ધાનેરા, 26 નવેમ્બર, 2026 : Two men caught with 569.7 kg of mephedrone બનાસકાંઠાના ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ ખાતે પોલીસે રાજસ્થાન તરફથી આવેલી કારને અટકાવીને તેની તલાશી લેતા બલેનો કારમાંથી 569.7 કિલો મેફેડ્રોનનો જથ્થો મળી આવતા કારમાંસવાર બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ.19,47,100નો મુદ્દામાલ કબજે કરીને આરોપીની વધુ પૂછતાછ હાથ ધરી છે.
બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ IG ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. ડીસા વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી ડો. જે.જે. ગામિતના માર્ગદર્શન હેઠળ ધાનેરાના પીઆઈ વી.જી. પ્રજાપતિની સૂચનાથી પોલીસ ટીમ નેનાવા ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરી રહી હતી. દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી બલેનો કાર નં. GJ-15-CH-7235ને રોકી તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીઓમાંથી મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.17,09,100નું મેફેડ્રોન, ત્રણ મોબાઈલ, રૂ.8 હજાર રોકડા અને રૂ.2 લાખની કાર કબજે કરી હતી.પકડાયેલા આરોપીઓ અશોકકુમાર ખીલેરી (23) અને ગોગારામ પવાર (21), બંને રાજસ્થાનના રહેવાસી છે. ધાનેરા પોલીસે NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








