1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરમાં મહિના પહેલા જ નવો બનાવેલો રોડ પાઈપ લાઈન નાખવા ખોદી નંખાયો
પાલનપુરમાં મહિના પહેલા જ નવો બનાવેલો રોડ પાઈપ લાઈન નાખવા ખોદી નંખાયો

પાલનપુરમાં મહિના પહેલા જ નવો બનાવેલો રોડ પાઈપ લાઈન નાખવા ખોદી નંખાયો

0
Social Share

પાલનપુર, 16 જુલાઈ, 2026 : Newly constructed road in Palanpur dug up to lay a pipeline શહેરમાં લક્ષ્મણ ટેકરી વિસ્તારથી નગરપાલિકાને જોડતો નવો ડામર રોડ બનાવ્યા બાદ એક મહિનામાં  લાખોના ખર્ચે બનેલો રોડ પાઈપ લાઈન નાંખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે. આ ઘટનાથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સરકારના લાખો રૂપિયાનો વ્યય થયો છે.

પાલનપુર શહેરમાં નગરપાલિકાથી લક્ષ્મણ ટેકરી સુધી મહિના પહેલા જ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ નવો રોડ બનતા લોકોને ઘણી રાહત થઈ હતી. ત્યારે મહિના બાદ પાઈપ લાઈન નાંખવા માટે રોડ ખોદી નાંખવામાં આવ્યો છે. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, આ રોડ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC)ની કામગીરી માટે ખોદવામાં આવ્યો છે. જોકે, રોડ બની ગયા પછી તેને તોડવામાં આવ્યો ત્યાં સુધી આ કામગીરીની તપાસ કેમ ન થઈ તે મોટો પ્રશ્ન છે.

પાલનપુર શહેરમાં રોડ બન્યા બાદ પાઇપલાઇન નાખવાના બહાને ફરી રોડ તોડી દેવાની આ એક સામાન્ય પેટર્ન બની ગઈ છે. અગાઉ શહેરના કોઝી વિસ્તારમાં પણ આવું જ બન્યું હતું, જ્યાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે નવો બનેલો રોડ ગણતરીના દિવસોમાં જ તોડી પડાયો હતો. શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારથી નગરપાલિકાને જોડતો આ રોડ એક માસ પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે બનાવવામાં આવ્યો હતો. છેલ્લા બે-ત્રણ વર્ષથી તૂટેલા રોડથી પરેશાન સ્થાનિકોને નવો રોડ બનતા હાશકારો થયો હતો. પરંતુ, એક માસમાં જ ફરી જેસીબી ફરી વળતા શહેરીજનોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે કોંગ્રેસ કોર્પોરેટર આશાબેન રાવલે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન આ રોડ બનાવવામાં આવ્યો હતો. ચૂંટણીઓ નજીક આવી રહી હતી એટલે ભાજપ શાસિત નગરપાલિકા અને સરકારને લોકોના વોટ લેવાના હતા, જે માટે લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવ્યો હતો. ત્યારે હાલ આ રોડ GUDC દ્વારા તોડવામાં આવ્યો છે. અમે GUDCને જાણ કરી હતી કે, આ રોડ તોડવાનો હતો તો તમે નગરપાલિકાને જાણ કરી હતી કે નહીં?’ ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે ઓલરેડી નગરપાલિકાને જાણ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code