ગાંધીનગર, 16 જુલાઈ, 2026 : The term ‘Specified Area’ will now be used instead of ‘Disturbed Area’. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત શહેરોમાં અશાંતધારો લાગુ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અશાંત ધારા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો સાથે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા નિયમો મુજબ હવે “અશાંત ધારા” શબ્દના સ્થાને “સ્પેસિફાઈડ એરિયા” (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. કોમી તણાવ, સ્થળાંતરની સંભાવના અને સામાજિક અસંતુલન જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને આવા વિસ્તારોને સ્પેસિફાઈડ એરિયા તરીકે જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સ્પેસિફાઈડ એરિયા જાહેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી દ્વારા આપવામાં આવતી સલાહ અને ભલામણોના આધારે જ કોઈ વિસ્તારને સ્પેસિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવશે. નવા નિયમોમાં “પર્સન અગ્રીવડ” સહિતના નવા કાયદાકીય શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં હિન્દુ અને મુસ્લિમ વસાહતોની આજુબાજુના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાયેલો છે. અશાંતધારા વિસ્તારમાં મિલકતો ખરીદવા માટે એનઓસી લેવી ફરજિયાત છે.ત્યારે રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરીને નવો નિયમ અમલી બનાવ્યો છે. જેમાં અશાંત ધારા” શબ્દના સ્થાને “સ્પેસિફાઈડ એરિયા” (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. કોમી તણાવ, સ્થળાંતરની સંભાવના અને સામાજિક અસંતુલન જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને આવા વિસ્તારોને સ્પેસિફાઈડ એરિયા તરીકે જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી દ્વારા આપવામાં આવતી સલાહ અને ભલામણોના આધારે જ કોઈ વિસ્તારને સ્પેસિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવશે.
સરકારના નિર્ણય મુજબ, જ્યાં કોમી તણાવની સ્થિતિ હોય અથવા ભવિષ્યમાં એક સમુદાયના લોકોના સ્થળાંતરની શક્યતા ઊભી થતી હોય તેવા વિસ્તારોને સ્પેસિફાઈડ એરિયા જાહેર કરી શકાય છે. આવા વિસ્તારોમાં મિલકતની ખરીદી-વેચાણ પ્રક્રિયા માટે જિલ્લા કલેક્ટર કક્ષાએ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. મિલકતના ટ્રાન્સફર સંબંધિત મામલાઓની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોમી તણાવ અથવા શાંતિ ભંગ થવાની સંભાવના અંગે તપાસ અને સંતોષકારક અહેવાલ બાદ જ મિલકત વેચાણને મંજૂરી આપવામાં આવશે.


