Homeગુજરાતીગુજરાતકાલોલ નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, એકનું મોત, 15ને ઈજા

કાલોલ નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, એકનું મોત, 15ને ઈજા

ગોધરા, 12 સપ્ટેમ્બર, 2026 : Accident between ST bus and dumper  પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ પાસે આવેલા પાણીયા ગામ નજીક શનિવારે સવારે બોડેલી-ગોધરા રૂટની એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પરના ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઈજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને એસટી બસમાંથી ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના આ બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસટી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ પાસે આવેલા પાણીયા ગામ નજીક શનિવારે સવારે ઘોઘંબાથી ગોધરા તરફ જતી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક ત્યાં આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

એસટી વિભાગના કંડક્ટર નલીનીબેન પંડ્યાએ જણાવ્યું કે, એરાલ પીકઅપ બસ સ્ટેન્ડ પરથી એક-બે પેસેન્જર લીધા બાદ થોડે આગળ જતા સામેથી કપચી ભરીને પૂર ઝડપે આવેલા ડમ્પરચાલકે એસટી બસને જોરદાર ટક્કર મારી હતી. એસટી બસના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ મેળવી બસને રોડ સાઈડ લેવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular