ભૂજ, 2 જુન, 2026 : Accident between ST’s Volvo bus and tanker કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવો બન્યા છે. અકસ્માતના પ્રથમ બનાવમાં ભુજ નજીક ભુજોડી પાસે સોમવારે એસટીની વોલ્વો બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને વાહનોના ડ્રાઈવરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતનો બીજા બનાવ મુન્દ્રાના ભુજપુર પાસે બ્લેક કલરની સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું. અને બેને ઈજાઓ થઈ હતી.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ભુજ નજીક ભુજોડી પાસે સોમવારે રાજકોટ રૂટની એસટીની વોલ્વો બસ અને ટેન્કર સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં બંને ડ્રાઈવરોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે આસપાસના લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. બસમાં સવાર મુસાફરો પણ અટવાઈ પડ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતનો બીજો બનાવ કચ્છના મુન્દ્રા નજીક સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં એકનું મોત નિપજ્યું હતું. મુન્દ્રાના મોટી ભુજપુર નજીક ગેલડા સર્કલ પાસે બ્લેક કલરની સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુન્દ્રાના 45 વર્ષીય હરેશ સીજુનો મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


