1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વન કર્મચારી પરના હુમલાના કેસમાં APPના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદ
વન કર્મચારી પરના હુમલાના કેસમાં APPના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદ

વન કર્મચારી પરના હુમલાના કેસમાં APPના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદ

0
Social Share

રાજપીપળા, 23 જુન 2026 : APP MLA Chaitar Vasava gets 7 years in prison for attack on forest employee  નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વન કર્મચારી પર હુમલાના વર્ષો જૂના કેસમાં આજે રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવા તેમજ તેમના પત્ની સહિત 9 આરોપીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન કર્મચારી પરના હુમલાના કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ કેસની વિગત એવી હતી કે,  નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે, તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે.

 સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું. આ બાબતને લઈ ચૈતર વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાક-ધમકી આપી, હવામાં ગોળીબાર કર્યો અને ધોલધપાટ કરી હતી. તેના બીજા જ દિવસે ચૈતર વસાવાના PA અને અન્ય લોકોએ કર્મચારીઓ પાસે ₹30,000-₹30,000 મળીને કુલ ₹60,000ની ખંડણી માંગી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ પાસે પૈસા ન હોવાથી તેમણે ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ પૈસા ન નીકળતાં તેમણે પોતાના ઉપરી અધિકારીને ફોન કર્યો હતો અને અધિકારીએ ઓનલાઇન ₹30,000-₹30,000 ટ્રાન્સફર કર્યા હતા, જે પુરાવા તરીકે મળી આવ્યા છે.  આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આજે (23 જૂને) 5 પુરુષ અને 4 સ્ત્રી સહિત કુલ 9 આરોપીને દોષી જાહેર કરીને 7 વર્ષની કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકાર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code