1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં લાંચ કેસમાં પકડાયેલા ASI અને મહિલા PSIને સસ્પેન્ડ કરાયા
વડોદરામાં લાંચ કેસમાં પકડાયેલા ASI અને મહિલા PSIને સસ્પેન્ડ કરાયા

વડોદરામાં લાંચ કેસમાં પકડાયેલા ASI અને મહિલા PSIને સસ્પેન્ડ કરાયા

0
Social Share

વડોદરા, 30 જુન, 2026 : ASI and female PSI suspended in bribery case શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના  વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વતી રૂપિયા 10,000ની લાંચ લેતા એએસઆઈને લાંત રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી લીધા હતા. આથી ભ્રષ્ટાચારના કેસને ગંભીરતાથી લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી મહિલા પીએસઆઈ મલ્લિકાબેન પરમાર અને એએસઆઈ જયકિશન ગામેતીને  સસ્પેન્ડ કરી દીધા છે.

આ કેસની વિગત એવી હતી કે, ગત 1 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે મારામારીનો એક ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ મલ્લિકા પરમાર કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીને હેરાન ન કરવા અને કોર્ટમાંથી જામીનની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી આપવાના બદલામાં પીએસઆઈ મલ્લિકા પરમારે શરૂઆતમાં રૂપિયા 25,000ની માગણી કરી હતી. જોકે, રકઝકના અંતે રૂપિયા 10,000 આપવાનું નક્કી થયું હતું. મહિલા પીએસઆઈએ આ લાંચની રકમ માંજલપુર પોલીસ મથકની સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ જયકિશન ગામેતીને સોંપી દેવા જણાવ્યું હતું. દરમિયાન ફરિયાદી નાગરિક લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો.

ફરિયાદીની અરજીના આધારે એસીબીની ટીમે ગત શનિવારે માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ભાવના ઝેરોક્સ સામેના રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ, એએસઆઈ જયકિશને ફરિયાદીને લાંચના નાણાં પોતાની મારુતિ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ પર મૂકી દેવા ઈશારો કર્યો હતો. ફરિયાદીએ જેવી રકમ ત્યાં મૂકી, કે તરત જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને લાંચિયા એએસઆઈને દબોચી લીધો હતો અને લાંચની રકમ રિકવર કરી લીધી હતી.

પકડાયેલા આરોપી એએસઆઈ જયકિશન ગામેતીને કોર્ટમાં રજૂ કરીને એસીબીએ તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ કમિશનરે ભ્રષ્ટાચારના કેસને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી મહિલા પીએસઆઈ મલ્લિકાબેન પરમાર અને એએસઆઈ જયકિશન ગામેતીને  સસ્પેન્ડ કરી દીધા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code