અમદાવાદ, 20 ઓગસ્ટ, 2026 : Cattle-catching squad attacked શહેરના નવા વાડજ વિસ્તારમાં રાતના સમયે રખડતા ઢોર પકડવા માટે ગયેલી મ્યુનિની ઢોર વિભાગની ટીમ અને બંદોબસ્તમાં મુકાયેલા પીએસઆઈ પર માલધારીઓએ હુમલો કર્યો હતો. પીએસઆઈને લાકડી મારવાનો પ્રયાસ કરતા પીએસઆઈએ લાકડી કરી દેતા તેઓ બચી ગયા હતા. આ બનાવ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં વરસાદી સીઝનમાં છેલ્લા એક મહિનાથી ફરીવાર રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર વિભાગની ટીમ પર હુમલો કરાયો હતો.અને પીએસઆઈને લાકડી મારવાનો પ્રયાસ કરાયો હતો. જોકે PSIએ લાકડી આડી કરી દેતા તેઓ બચી ગયા હતા. સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે, એએમસીના પશ્ચિમ ઝોનના CNCD વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે રાતના સમયે રખડતા ઢોર પકડવા માટે નિકળ્યા હતા. ત્યારે નવા વાડજના આકાશદીપ એપાર્ટમેન્ટ પાસે પેટ્રોલિંગ દરમિયાન ગાયો ફરતી જોવા મળી હતી, જેથી ગાયોને ટ્રેલરમાં ભરવા માટે કામગીરી શરૂ કરી ત્યારે પારસ ભરવાડ અને પીન્ટુ ભરવાડ નામના બે વ્યક્તિ દોડી આવ્યા હતા. ગાળાગાળી કરી અને તમને ઢોર ટ્રેલરમાં ભરવા નહીં દઈએ એવું કહી ધમકીઓ આપી હતી. ગાય પર લાકડીઓ વિંઝવા લાગ્યા હતા. જેથી બંદોબસ્તમાં સાથે રહેલા પીએસઆઈ એસ.એમ શેખ દ્વારા ગાય પર હુમલો કરવાની ના પાડતા લાકડીથી PSI પર યુવક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પીએસઆઈએ લાકડી આડી કરી દેતા તેઓ બચી ગયા હતા. વધુ બોલાચાલીના પગલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા વાડજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જો કે વધુ બોલાચાલી થતા બંને યુવક આજે તમે બચી ગયા છો હવે અહીંયા ગાયો ભરવા માટે આવતા નહીં કહી અને ફરાર થઈ ગયા હતા. વાડજ પોલીસ સ્ટેશનમાં પીન્ટુ ભરવાડ અને પારસ ભરવાડ નામના બંને શખસ વિરુદ્ધ CNCD વિભાગના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.


