અમદાવાદ, 30 જુન, 2026 : Emergency response centers will be set up at boating spots in lakes શહેરમાં કાંકરિયા સહિત તળાવોને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવ્યા બાદ હવે તળાવોમાં બોટિંગ સેવા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની સુરક્ષા માટે એએમસી દ્વારા માર્ગદર્શિકા (એસઓપી) જારી કરવામાં આવી છે. સૌથી મહત્વનો મુદ્દો જે સ્થળે બોટિંગ પ્રવૃત્તિ થતી હશે, બોટિંગ સ્થળે એક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરવાનો છે.
અમદાવાદ શહેરમાં આવેલા તળાવોમાં જાહેર સુરક્ષા અને ડેવલોપમેન્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્વનો મુદ્દો જે સ્થળે બોટિંગ પ્રવૃત્તિ થતી હશે, બોટિંગ સ્થળે એક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરવાનો છે. બોટમાં ક્રૂ મેમ્બર સહિત તમામ પેસેન્જરોએ લાઈફ જેકેટ ફરજિયાત પહેરવું પડશે. ટ્રેઇન્ડ અને ક્વોલીફાઈડ વ્યક્તિ જ ક્રૂ ચલાવી શકશે. કેટલા લોકો બેસી શકે છે તેની ક્ષમતા સ્પષ્ટ પણે દર્શાવવી પડશે. દરેક તળાવ અને ગાર્ડન પર સિક્યુરિટી પણ મૂકવામાં આવશે અને તેમને પોલીસ અને ફાયરની મદદ કેવી રીતે લેવી તેની પણ ટ્રેનિંગ.
એએમસીના કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં તળાવોને લઈ બહાર પાડવામાં આવેલી SOPનો ચુસ્ત અમલ થાય તેના માટે પ્રોજેક્ટ લેવલની કમિટી, ઝોનલ લેવલ કમિટી તથા સબ ઝોન લેવલ કમિટીની જાહેરાત કરી છે. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વોટર રિસોર્સ મેનેજમેન્ટ), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઝોન), આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સબ ઝોન નોડલ ઓફ્સિર તરીકે ફરજ બજાવશે. પ્રોજેક્ટ લેવલ કમિટીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ચીફ ફાયર ઓફ્સિર સહિત કુલ 9 સભ્યો રહેશે. દર મહિને આ કમિટી રિવ્યૂ બેઠક કરશે. ઝોન લેવલે દર 15 દિવસે અને સબ ઝોન લેવલે દર સપ્તાહે બોટિંગ પ્રવૃત્તિને લઈ રિવ્યૂ કરવામાં આવશે.


