Homeગુજરાતીગુજરાતવોટ્સઅપના DPમાં બોસનો ફોટો મુકીને મેસેજ કરી ગઠિયાએ 30 લાખની કરી સાયબર...

વોટ્સઅપના DPમાં બોસનો ફોટો મુકીને મેસેજ કરી ગઠિયાએ 30 લાખની કરી સાયબર ઠગાઈ

અમદાવાદ, 16 ઓગસ્ટ, 2026 : Fraudster commits ₹30 lakh cyber fraud by using the boss’s photo as a WhatsApp DP સાબર ફ્રોડ માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એકાઉન્ટન્ટને સાયબર ગઠિયાઓએ પોતાના બોસનો ફોટો વોટ્સએપ ડીપીમાં મૂકી મેસેજ કર્યો હતો. બોસના નામે મીટિંગનું બહાનું બનાવી ગઠિયાએ ₹30 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે જાણ થતાં એકાઉન્ટન્ટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરમાં રહેતા અને અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા નિકુંજ ગાંધીને સવારે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. તે વોટ્સએપ નંબરના ડીપીમાં તેમના બોસ વિનોદભાઈનો ફોટો હતો. સામે વાળા ગઠિયાએ બોસ બનીને જણાવ્યું કે તે મીટિંગમાં હોવાથી ફોન કરી શકશે નહીં અને એક પાર્ટીને તાત્કાલિક પેમેન્ટ કરવાનું છે. એકાઉન્ટન્ટ પાસેથી દૈનિક ટ્રાન્સફરની ₹30 લાખની લિમિટ જાણી લીધા બાદ ગઠિયાએ તે તમામ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. રૂપિયા 30 લાખ મળ્યા બાદ ગઠિયાએ વધુ ₹20 લાખ ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. આથી નિકુંજભાઈ ચેક પર સહી કરાવવા માટે બોસ પાસે પહોંચ્યા ત્યારે બોસે આવો કોઈ મેસેજ કે સૂચના આપી ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. નિકુંજભાઈએ તાત્કાલિક બેંકમાં તપાસ કરતાં તેઓ સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. આ બનાવ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular