Homeગુજરાતીગુજરાતગીર ફાઉન્ડેશનના સંશોધકોએ સફેદ ફૂલોની રૂંજિયા રીપેન્સ છોડની નવી વેરાઈટી શોધી

ગીર ફાઉન્ડેશનના સંશોધકોએ સફેદ ફૂલોની રૂંજિયા રીપેન્સ છોડની નવી વેરાઈટી શોધી

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર, 2026 : New discovery of white-flowered Rungzia repens plant ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન)નાં સંશોધકોએ ‘રુંજિયા રીપેન્સ’ (Rungia repens)ની નવી સફેદ ફૂલોવાળી જાતની નવી વરાયટી શોધી છે અને ગુજરાતનાં વનસ્પતિ વૈવિદ્યતામાં એક નવા છોડનો ઉમેરો થયો છે.

“આ નવા ઓળખાયેલા છોડની વરાયટીનું નામ ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ રાખવામાં આવ્યું છે, જેમાં ‘આલ્બા’ નામ છોડના સફેદ રંગના ફૂલોનો સંદર્ભ આપે છે. છોટા ઉદેપુર જિલ્લામાં નર્મદા કેનાલ કમાન્ડ એરિયામાં જૈવ-વિવિધતાના અભ્યાસ દરમિયાન આ છોડની નવી વરાયટી જોવા મળી હતી. આ શોધ  બદલ હું ગીર ફાઉન્ડેશનનાં સંશોધકોને અભિનંદન આપું છું,” *વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું.

 અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું કે, “મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ‘નર્મદા કેનાલ સિસ્ટમની પર્યાવરણ અને ઇકોલોજી (જૈવ-વિવિધતા, માટી અને પાણીની ગુણવત્તા) પર અસર’ પ્રોજેક્ટના ભાગરૂપે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.”

ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતિ (IFS) એ જણાવ્યું કે, “અમારા સંશોધકોએ જૈવ-વિવિધતાનાં અભ્યાસ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાંથી  આ છોડની નવી વરાયટીનાં ત્રણ પરિપક્વ છોડની નોંધ કરી હતી. આ છોડનો નમૂનો એકત્રિત કરી, સૂકવીને આ નમૂનાને ગીર ફાઉન્ડેશન હર્બેરિયમ (GEERF) ખાતે જમા કરવામાં આવ્યો છે.”

રાજ્યના અગ્ર મુખ્ય વનસંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું  કે, “રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ની ઓળખ ગુજરાતની જૈવિક સમૃદ્ધિમાં ઉમેરો કરે છે અને નર્મદા કેનાલ સિસ્ટમ સાથે સંકળાયેલા વિસ્તારોમાં સતત ઇકોલોજીકલ સર્વેક્ષણોના મહત્વને ઉજાગર કરે છે.”

 આ સંશોધન સાથે જોડાયેલા *ડૉ. રાજકુમાર યાદવે* જણાવ્યું કે, “છોડની આ નવી વરાયટી સામાન્ય રીતે જોવા મળતી ‘રુંજિયા રીપેન્સ’ કરતા અલગ છે, જેમાં વાદળી-જાંબલી રંગના ફૂલો હોય છે. આ નવી વરાયટીમાં એકદમ સફેદ કોરોલા (ફૂલની પાંખડીઓ), મધ્યમ કદના ફ્લાવર સ્પાઇક્સ અને લીલાશ પડતા સફેદ પોઇન્ટેડ ટિપ્સ સાથે નાના બ્રેક્ટ્સ હોય છે. આ શોધને ફોરેસ્ટ્રીનાં સૌથી જુના આતંરરાષ્ટ્રીય જર્નલ ‘ઇન્ડિયન ફોરેસ્ટર’ માં પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યું છે. ” આ છોડને ફૂલ આવવાનો સમયગાળો ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી નોંધવામાં આવ્યો છે, અને ત્યારબાદ મે થી જૂન સુધી ફળ આવે છે. આ સામાન્ય ‘રુંજિયા રીપેન્સ’ થી અલગ છે, જેમાં ફૂલ આવવાનો સમયગાળો ઓગસ્ટથી જાન્યુઆરી સુધીનો નોંધાયેલો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular