Homeગુજરાતીગુજરાતસૈનિકોના ઘર પર પંચાયતી કર નહીં લાગે, નિવૃત જવાનો અને શહિદોની વિધવાને...

સૈનિકોના ઘર પર પંચાયતી કર નહીં લાગે, નિવૃત જવાનો અને શહિદોની વિધવાને પણ લાભ

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર, 2026 : Panchayat tax will not be levied on the houses of soldiers ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ બજાવતા જવાનો અને તેમના પરિવારોના સન્માનમાં મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કરીને ફરજ બજાવતા સંરક્ષણ દળોના વર્તમાન જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓના પોતાના રહેણાંક મકાનને ‘પંચાયત કર’માંથી મુક્તિ આપવાની જોગવાઈ કરી છે.

મુખ્યમંત્રીના નેતૃત્વ અને પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી  ઋષિકેશ પટેલ તથા રાજ્ય કક્ષા મંત્રી  સંજયસિંહ મહિડાના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા આ નિર્ણયથી ગુજરાત રાજ્યની હદમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈ ફરજ બજાવતા સંરક્ષણ દળોના કર્મચારીઓ તેમજ તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને લાગુ પડશે.

આ નિર્ણય જવાનો અને તેમના પરિવારોને સીધી આર્થિક રાહત આપવાની સાથે તેમના રાષ્ટ્રસેવા અને બલિદાન પ્રત્યે રાજ્ય સરકારના સન્માનની ભાવનાને પણ વ્યક્ત કરે છે. દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનોના પોતાના ઘર પર પંચાયત કરનો બોજ હળવો કરવો એ સૈનિક કલ્યાણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણય લેતા પહેલાં રાજ્ય સરકારે નિયમોમાં સુધારા માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા. ડિસેમ્બર 2025માં ગુજરાત સરકારના અસાધારણ ગૅઝેટમાં ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ કરીને સંબંધિત વ્યક્તિઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા વાંધા અને સૂચનો પર વિચારણા કર્યા બાદ સરકારે અંતિમ સુધારા નિયમો જાહેર કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular