1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મારૂતિ અને હ્યુન્ડાઈના નકલી સ્પેરપાર્ટ્સનું ગોદામ પકડાયું
સુરતમાં મારૂતિ અને હ્યુન્ડાઈના નકલી સ્પેરપાર્ટ્સનું ગોદામ પકડાયું

સુરતમાં મારૂતિ અને હ્યુન્ડાઈના નકલી સ્પેરપાર્ટ્સનું ગોદામ પકડાયું

0
Social Share

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના સરથાણા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સરથાણા પોલીસે રેડ પાડીને મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ સહિત કંપનીઓના નકલી સ્પેરપાર્ટ્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 18.77 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે. પોલીસે પૂછતાછ કરતા આરોપીઓ છેલ્લા 8 વર્ષથી કારના નકલી સ્પેરપાર્ટ્સનો વેપાર કરી રહ્યા હતા.

સુરત શહેર ઝોન-1 લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને કરણસિંહને બાતમી મળી હતી કે, સરથાણા સ્વાગત બીઆરટીએસ  બસ સ્ટેશનની સામે આવેલી સ્વાગત સોસાયટીમાં ‘મધર ઓટો એજન્સી’ નામના મકાનમાં ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. પોલીસે મકાન નં- 73, 74 અને 56 પર દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ બ્રાન્ડેડ કંપનીઓના લોગો અને પેકિંગનો ઉપયોગ કરી ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સ અસલી તરીકે પધરાવી દેતા હતા. પોલીસે સ્થળ પરથી 18,27,609ની કિંમતના ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સ અને 50,000ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ 18,77,609નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, ઝડપાયેલા આરોપીઓમાં સાગરભાઈ શિવાભાઈ નાકરાણી (40, રહે. શુભ રેસીડેન્સી, પાસોદરા, મૂળ અમરેલી), ગૌતમભાઈ ભરતભાઈ ખુંટ (31, રહે. અનમોલ પાર્ક, સરથાણા, મૂળ બાબરા-અમરેલી) અને અનિલભાઈ છગનભાઈ વઘાસીયા (46, રહે. અયોધ્યાપુરમ, લસકાણા)નો સમાવેશ થાય છે.

આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વાગત સોસાયટી-1 માં ‘મધર ઓટો એજન્સી’ નામથી એક દુકાન છે. જ્યાં દેશની સ્ટાન્ડર્ડ કંપનીઓ જેવી કે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ફોક્સવેગન, ટાટા, ફોર્ડ અને ટોયોટા – આ કંપનીઓના સ્પેરપાર્ટ્સના ડુપ્લિકેટ પાર્ટ્સ દિલ્હીથી મંગાવીને અહીં સસ્તા ભાવે વેચવામાં આવતા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code