Homeગુજરાતીગુજરાતઆંગણવાડી કેન્દ્રોમાં મહિલા સભ્યોની મૅનેજમેન્ટ કમિટી’ રચવાનો સરકારે કર્યો નિર્ણય

આંગણવાડી કેન્દ્રોમાં મહિલા સભ્યોની મૅનેજમેન્ટ કમિટી’ રચવાનો સરકારે કર્યો નિર્ણય

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2026 : ‘Management Committee’ of women members in Anganwadi centers મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ના અસરકારક અમલીકરણને પાયાના સ્તરે વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્ર માટે આંગણવાડી વ્યવસ્થાપન સમિતિ (એએમસી)ની રચના કરવામાં આવશે. તેનો ઉદ્દેશ આંગણવાડી સેવાઓમાં સમુદાયની વ્યાપક ભાગીદારી વધારવાની સાથે પોષણ, આરોગ્ય, પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (ઈસીસીઈ)ની ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવાનો છે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલી આ પહેલ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ની તે વ્યાપક વિચારધારાને સ્થાનિક કક્ષાએ મજબૂતી આપશે; જેમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણ, આરોગ્ય તથા સર્વાંગી વિકાસ માટે વિવિધ સેવાઓને એકીકૃત અભિગમ સાથે આગળ વધારવામાં આવી રહી છે. ભારત સરકાર અનુસાર મિશનનો ઉદ્દેશ કુપોષણના પડકારનો સામનો કરવાની સાથે વધુ સારા આરોગ્ય, કલ્યાણ અને રોગપ્રતિકારક શક્તિ માટે સમુદાયની ભાગીદારી, આઉટરીચ, વર્તણૂક પરિવર્તન અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.

ગુજરાત સરકારના આ નિર્ણય અંતર્ગત દરેક આંગણવાડી કેન્દ્ર માટે સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી (સીડીપીઓ) દ્વારા એએમસીની રચના કરવામાં આવશે. સમિતિના તમામ સભ્યો મહિલાઓ હશે. તેમાં સંબંધિત મહિલા સુપરવાઈઝર અધ્યક્ષ તથા આંગણવાડી કાર્યકર સભ્ય-સચિવ અને 1 આશા કાર્યકર, આંગણવાડીમાં નોંધાયેલા 3થી 6 વર્ષના બાળકોની 2 માતાઓ, સ્થાનિક સ્વસહાય જૂથ (એસએચજી) અથવા સ્થાનિક બિનસરકારી સંસ્થા (એનજીઓ)/નાગરિક સમાજ સંગઠન (સીએસઓ)ની 1 મહિલા સભ્ય તેમજ નજીકની સરકારી પ્રાથમિક શાળાની 1 મહિલા શિક્ષિકાનો સમાવેશ થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular