Homeગુજરાતીગુજરાતદક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ 88 ટકા...

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ 88 ટકા વરસાદ પડ્યો

અમદાવાદ, 19 સપ્ટેમ્બર, 2026 : The state received 88 percent of the seasonal average rainfall.  રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આજ રોજ સવારે ૬ કલાક સુધીમાં કુલ એકંદર ૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે ૮૮ ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૮.૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૭.૮૬ ટકા અને કચ્છ ઝોનમાં ૫૭.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આજે શનિવારે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં  59 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં નડિયાદમાં  2.4 ઈંચ, માતરમાં 1.65 ઈંચ, ખેડામાં 1.26 ઈંચ  તેમજ અમરેલીના લાઠી, આણંદના સોજીત્રા, પંચમહાલના જાંબુઘોડા, અને સુરતના ઉંમરપાડામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.

                                                              ળાશયો અને ડેમની સ્થિતિ

સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના ૯૬ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ક્ષમતાના ૭૦.૪૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ ૩૦ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે, ૩૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૭૩ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે ૪૫ ડેમ હાઇ એલર્ટ, ૧૩ ડેમ એલર્ટ અને ૧૦ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular