
ગુજરાતઃ ખાનગી ક્ષેત્રે સેવા આપતા તબીબોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડશે
અમદાવાદઃ ગુજરાત સરકારે ખાનગી તબીબી સેવા આપતા તબીબો અને તબીબી સેવા આપતી સંસ્થાઓએ 31 માર્ચ પહેલાં પોતાની સંસ્થા કે હોસ્પિટલ કે ક્લિનિકનું રજિસ્ટ્રેશન સરકારની ઓનલાઈન વેબસાઈટ પર કરાવવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહી કરાવામાં આવે તો દંડ વસૂલવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 400થી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારમાં કે સુરેન્દ્રનગર શહેરમાં તબીબી સેવા આપતા તબીબો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પોતાના ક્લિનિક હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે જે અંતર્ગત ગુજરાત સરકારે ક્લિનિક એક્સ્ટ્રાબીલસ એક મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 400થી પણ વધુ રજીસ્ટ્રેશન સંપૂર્ણ થઈ ગયા છે.
જે તબીબો કે ક્લિનિકલ દ્વારા રજીસ્ટ્રેશન નહીં કરાવવામાં આવે તેવા તબીબોને કે ક્લિનિક ધારકોને દંડાત્મક પગલાં ભરવામાં આવશે ત્યારે 31 માર્ચ પહેલાં આ રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવા સૂચનો કરવામાં આવ્યા છે.