1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરમાં રોડ પર લોખંડનો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં
જામનગરમાં રોડ પર લોખંડનો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં

જામનગરમાં રોડ પર લોખંડનો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં

0
Social Share

જામનગર, 31 મે, 2026 : Iron LED hoarding gate collapses શહેરના રણજીત સાગર રોડ પર લોખંડનો એલઈડી હોર્ડિંગ ગેટ ધડાકા સાથે તૂટી પડતા અફરૃતફરી મચી ગઈ હતી. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના બની ત્યારે રોડ પરથી પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોના શ્વાસ અધ્ધર થયા હતા. હોર્ડિંગ લગાવનારી સ્કૂલ કે જામનગર મ્યુનિની બેદરકારીથી હોડિંગ્સનું આ સ્ટ્રક્ચર કોઈપણ સપોર્ટ વગર ઉભુ કરી દેવામાં આવ્યું હતું. જે થોડી પવનની ગતિ થતાં જ ધરાશાયી થયું હતું  આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના રણજીતસાગર રોડ પર ભરચક ટ્રાફિક વચ્ચે રસ્તાની વચ્ચે લાગેલો ‘બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ’નો વિશાળ એલ્યુમિનિયમ LED હોર્ડિંગ ગેટ અચાનક ધરાશાયી થયો હતો. હોર્ડિંગ ગેટ ધરાશાયી થયો ત્યારે બે મોટરસાયકલ સવારો પસાર થઈ રહ્યા હતા. ગેટ નીચે પડતાં જ બન્ને બાઇક ચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે, સદનસીબે સેકન્ડોમાં તેઓ આ લોખંડના માળખાની લપેટમાં આવતા બચી ગયા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો. જો આ ગેટ બાઇક સવારો પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

આ બનાવના CCTVના કૂટેજ પણ વાયરલ થયા છે.  એમાં જોતા એવું લાગી રહ્યું છે કે, હોડિંગ્સનું આ સ્ટ્રક્ચર કોઈપણ સપોર્ટ વગર ઉભુ કરી દેવામાં આવ્યું હતું. જે થોડી પવનની ગતિ થતાં જ ધરાશાયી થયું હતું. આ બાબતે એસ્ટેટ વિભાગના અધિકારીએ ‘સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ’ની જવાબદારી જે તે સંબંધિત પક્ષની હોય તેમ કહી લુલો બચાવ કર્યો હતો. ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ચેક કર્યા વગર કેવી રીતે મંજૂરી મળી? ઊંડાણપૂર્વક તપાસ બાદ જ સમગ્ર હકિકિત સામે આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code