1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયેલે હિઝબુલ્લાહના નિશાનો પર ઝડપી હવાઈ હુમલા કર્યા
ઈઝરાયેલે હિઝબુલ્લાહના નિશાનો પર ઝડપી હવાઈ હુમલા કર્યા

ઈઝરાયેલે હિઝબુલ્લાહના નિશાનો પર ઝડપી હવાઈ હુમલા કર્યા

0
Social Share
  • ઈઝરાયેલના નાગરિકો માટે એલર્ટ જારી
  • ઈઝરાયેલ દ્વારા લેબનાન પર સ્ટ્રાઈક કરવામાં આવી

નવી દિલ્હીઃ લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયેલના યુદ્ધના કારણ મધ્ય એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિઝબુલ્લાહના નિવેદન પ્રમાણે, ઘણા વિસ્ફોટક ડ્રોન ઈઝરાયેલી સેનાને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યા છે. આ સિવાય મિસાઈલ એટેક કરવામાં આવ્યું છે. જેના જવાબમાં ઈઝરાયેલ દ્વારા લેબનાન પર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ઈરાનમાં હમાસ ચીફની હત્યા બાદથી જ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ છે. ઈરાન હિઝબુલ્લાહનો કટ્ટર સમર્થક છે. એક સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલ્લાહનો કમાન્ડર ફૌદ શુકૂર પણ માર્યો ગયો હતો. જે બાદ હિઝબુલ્લાહે તેનો બદલો લેવાની જાહેરાત કરી હતી.

ગત ઓક્ટોબરમાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ઘુસીને ખુની ખેલ ખેલ્યો હતો. હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં 1200થી વધારે વ્યક્તિના મોત થયાં હતા. હમાસના હુમલા બાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એટલું જ નહીં ઈઝરાયલ દ્વારા હાલ ગાઝા પટ્ટીમાં હમાસના વિવિધ વિસ્તારમાં હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કેટલાક કટ્ટરપંથી જૂથોએ હમાસને સમર્થન આપ્યું હતું. જેથી આસપાસના દેશમાં એક્ટિલ કટ્ટરપંથી જૂથો પણ હમાસને નિશાન બનાવી રહ્યાં છે. જેથી ઈઝરાયલ તેમને તેમની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને પગલે મીડલઈસ્ટની અર્થવ્યવસ્થાને વ્યાપક અસર પડી છે. દુનિયાના અનેક દેશો આ યુદ્ધ ઝડપથી પૂર્ણ થાય અને શાંતિ સ્થપાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે. યુએન દ્વારા શાંતિ સ્થાપવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. 

 

#IsraelAirstrikes #HezbollahTargets #MiddleEastConflict #AirstrikeAlert #IsraelDefense #TensionsInMiddleEast

#ઇઝરાયલહમલા #હિજબોલ્લાલક્ષ્યો #મધ્યપૂર્વવિખવાદ #હવાઇહમલાનીસૂચના #મધ્યપૂર્વમાંતણાવ

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code