Homeગુજરાતીગુજરાતમુખ્યમંત્રીના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં 170થી વધુ રજૂઆતો, યોગ્ય કાર્યવાહીની સુચના

મુખ્યમંત્રીના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં 170થી વધુ રજૂઆતો, યોગ્ય કાર્યવાહીની સુચના

ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 :  More than 170 presentations at the ‘CM Swagat’ program, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર નિયમ અનુસાર આપવા અને સરકારી જમીનોમાં થતાં દબાણો રોકીને આવી જમીન જાળવણીની જવાબદારી સુપેરે નિભાવવા રાજ્યના જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

નાગરિકોની રજૂઆતો અને લોક ફરિયાદોનું ટેક્નોલોજી યુક્ત અભિગમથી નિવારણ માટેના ‘સ્વાગત’ અંતર્ગત  ઓક્ટોબર-2026નો રાજ્ય સ્વાગત મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ રાજ્ય સ્વાગતમાં 170થી વધુ રજૂઆત કર્તાઓ મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગતમાં 2200 અને તાલુકા સ્વાગતમાં 2583 મળીને કુલ 4953થી વધુ રજૂઆત કર્તાઓની અરજીઓ પ્રત્યે જરૂરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રી સમક્ષ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઓરમા ગામમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે થયેલી રજૂઆત સંદર્ભમાં તેમણે યોગ્ય આયોજનથી પાણીની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક વહિવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડને સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના શિણાય ગામના ખેડૂતે ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવવા કરેલી રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સૂચના આપીને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર નિયમ અનુસાર ફાળવવા અને  આ પ્રકારના કિસ્સાઓમાં સ્થાનિક કક્ષાએ ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવા તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને જણાવ્યું હતું.

એટલું જ નહિ, કચ્છના અંજાર તાલુકાના સુગારીયા મોડસર  ગામમાં સરકારી જમીનમાં દબાણ અંગેની રજૂઆત બાબતે સંબંધિત જિલ્લા કલેક્ટર સહિત રાજ્યના બધા જ જિલ્લાઓના કલેક્ટરોને સ્પષ્ટ સુચનાઓ આપી હતી કે સરકારી જમીનની જાળવણીની જવાબદારી જિલ્લા વહિવટી તંત્ર નિભાવે.

બોટાદના મોટા ઝિંઝાવદર ગામનો રસ્તો બનાવવા રાજ્ય સ્વાગતમાં જે રજૂઆત કરવામાં આવી હતી તે અંગે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને સત્વરે કાર્યવાહી કરવાની સુચના આપીને રજૂઆતનું નિવારણ કર્યુ હતું.

ઓક્ટોબર-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના ખેતરમાં ખેતરમાં વરસાદી પાણીના નિકાલ, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની વ્યવસ્થા તથા રોડ-રસ્તા અને દબાણ તેમજ રી-સર્વેને લગતી નાગરિકોની જે રજૂઆતો મળી હતી તેનો હકારાત્મક અભિગમથી નિકાલ લાવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular