1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હી-મુબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસે કાર બસ પાછળ ઘૂંસી જતા એકનું મોત
દિલ્હી-મુબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસે કાર બસ પાછળ ઘૂંસી જતા એકનું મોત

દિલ્હી-મુબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસે કાર બસ પાછળ ઘૂંસી જતા એકનું મોત

0
Social Share

વડોદરા, 3 મે 2026: One killed as car rams into bus જિલ્લાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલનું મોત થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી ભારે જહેમત બાદ કોન્સ્ટેબલના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી સુરત જઈ રહેલી એક સરકારી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર આખી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલ ભરત ગાભાભાઈ દેસાઈનું મોત થયું છે. મૃતક ભરત દેસાઈ આલમપુર ગામ (રબારીવાસ, મોમાઈ માતા મંદિર પાસે), ગાંધીનગરના વતની હતાં.  મૃતક કોન્સ્ટેબલ વડોદરાથી સુરત તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. કોન્સ્ટેબલના મૃતદેહને પોલીસે કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પાદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સરકારી બસના ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code