Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં સવારથી વરસાદી માહોલ, દૂધેશ્વરમાં મકાનનું ધાબુ ધરાશાયી

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ, દૂધેશ્વરમાં મકાનનું ધાબુ ધરાશાયી

  • ફસાયેલા લોકોનું ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું,
  • ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી,
  • શહેરમાં વરસાદી ઝાપટાંથી દ્વીચક્રી વાહનચાલકો ભીંજાયા

અમદાવાદઃ શહેરમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ત્યારે શહેરના દુધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલી ધર્મિ સોસાયટીમાં જર્જરીત એક ફલેટના ભાગનું ધાબુ તથા સંપૂર્ણ સીડી અને જર્જરિત ઈમારતનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે કેટલાક લોકો ફસાયા હતા. આ બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો, અને ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીડીની મદદથી નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

સોમવારે સાંજે ત્રણ કલાક ધોધમાર વરસાદ બાદ આજે વહેલી સવારે અમદાવાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચાંદખેડા, ગોતા, થલતેજ, પ્રહ્લાદનગર, બોપલ, મકરબા, વેજલપુર, સરખેજ, એસ.જી સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા લોકો વરસાદના કારણે અટવાયા હતા. ગત 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા ભડાકા ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર,એસ.જી. હાઇવે , માનસી , બોડકદેવ, વેજલપુર, પકવાન, ઇસ્કોન,સેટેલાઇટ, નવરંગપુરા વિસ્તારમાં વરસાદ શાહીબાગ,દિલ્હી દરવાજા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img