Homeગુજરાતીગુજરાતગુજરાતના શહેરોમાં રૂપિયા 4,832 કરોડના ખર્ચે નળ-ગટર, બ્યુટિફિકેશનના કામો પૂર્ણ

ગુજરાતના શહેરોમાં રૂપિયા 4,832 કરોડના ખર્ચે નળ-ગટર, બ્યુટિફિકેશનના કામો પૂર્ણ

ગાંધીનગર, 06 નવેમ્બર, 2026 : Sewerage, beautification works completed in Gujarat cities at a cost of Rs 4,832 crore વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશનાં શહેરોને આધુનિક અને સુવિધાસભર બનાવવા તેમજ નાગરિકોના ‘ઈઝ ઑફ લિવિંગ’માં વધારો કરવા વિવિધ પહેલો અમલમાં મૂકવામાં આવી છે. 1 ઓક્ટોબર, 2021ના રોજ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા AMRUT 2.0 એટલે કે અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0ની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આ મિશન અંતર્ગત શહેરોમાં પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, તળાવોના નવીનીકરણ અને બાગ-બગીચાઓના વિકાસનાં કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં AMRUT 2.0 હેઠળ ₹4,832 કરોડના 497 કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.

AMRUT 2.0 મિશનનો મુખ્ય ઉદ્દેશ તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઘરોને નળથી પાણીનું જોડાણ પૂરું પાડવાનો અને 31 અમૃત શહેરોમાં ઘરોને સુએજ-સેપ્ટેજ જોડાણની સુવિધા આપવાનો છે. આ ઉપરાંત, મિશન હેઠળ જળાશયો અને કૂવાઓના જીર્ણોદ્ધાર, જળસુરક્ષા, શહેરી આયોજન અને નાણાકીય સંસાધનોના એકત્રીકરણ જેવા સુધારાઓ પર પણ ભાર મૂકવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત પાણી અને ગટર વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ‘અમૃત મિશન’ મહત્વપૂર્ણ સાબિત થયું છે.

રાજ્યનાં શહેરોમાં પાણી પુરવઠા ક્ષેત્રે ₹2,937 કરોડનાં 224 કામો પૂર્ણ થયાં છે. તેનાથી 539 MLD પાણી શુદ્ધિકરણ ક્ષમતા, 1,366 લાખ લિટર પાણી સંગ્રહ ક્ષમતા અને 2,128 કિમી પાણી વિતરણ પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, 2.72 લાખથી વધુ નવાં ઘરેલુ નળ જોડાણો આપવામાં આવ્યાં છે. આ કામગીરીથી અંદાજે 23.87 લાખ નાગરિકોને લાભ થયો છે.

*ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી 31.76 લાખ નાગરિકોને લાભ*

31 અમૃત શહેરોમાં ગટર વ્યવસ્થા ક્ષેત્રે ₹1,500 કરોડનાં 77 કામો પૂર્ણ થયાં છે. તેનાથી ગંદા પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં 162 MLDનો વધારો થયો છે, 931 કિમી ગટર નેટવર્કનું નિર્માણ થયું છે અને 1.03 લાખથી વધુ નવાં ઘરેલુ ગટર જોડાણો આપવામાં આવ્યાં છે. આ કામગીરીથી અંદાજે 31.76 લાખ નાગરિકોને લાભ થયો છે.

*શહેરોમાં બ્યુટીફિકેશનને પ્રોત્સાહન: 78 તળાવોનું નવીનીકરણ અને 87 બાગ-બગીચાઓનો વિકાસ*

મિશન હેઠળ તળાવ નવીનીકરણ ક્ષેત્રે ₹301 કરોડનાં 97 કામો પૂર્ણ થયાં છે, જેના પરિણામે 78 તળાવોનું નવીનીકરણ થયું છે. બાગ-બગીચા વિકાસ ક્ષેત્રે ₹94 કરોડનાં 99 કામો પૂર્ણ થયાં છે, જેના પરિણામે 87 બાગ-બગીચાઓનું નિર્માણ અને વિકાસ થયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular