Homeગુજરાતીગુજરાતતરણેતરના લોકમેળાનો પ્રારંભ, પ્રથમ દિવસે વરસાદને લીધે લોકોની ભીડમાં ઘટાડો

તરણેતરના લોકમેળાનો પ્રારંભ, પ્રથમ દિવસે વરસાદને લીધે લોકોની ભીડમાં ઘટાડો

સુરેન્દ્રનગર, 15 સપ્ટેમ્બર, 2026 : Tarnetar folk festival begins ઝાલાવાડનો પૌરાણિક અને ભાતીગળ એવા તરણેતરના લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે વરસાદી માહોલ હોવાને લીધે મેળાની મોજ માણવા આવનારાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. રાઇડ્સ પણ વરસાદના કારણે બંધ રાખવામાં આવી છે. ગ્રામીણ ઓલિમ્પિક અને પશુ હરીફાઈ સ્પર્ધા પણ બંધ રાખવામાં આવી હતી. આજે મશીનોથી ગ્રામીણ ઓલમ્પિક મેદાન સાફ કરવામાં આવશે અને ત્યારબાદ ફરી રમતો શરૂ કરવામાં આવશે.

 પ્રથમ દિવસે તરણેતરના ભાતીગળ લોકમેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. વરસાદના કારણે આ મેળો પ્રભાવિત બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિના નિર્માણ થયું છે. પ્રથમ દિવસે બે લાખથી વધુ લોકો આવવાનો અંદાજ હતો. જો કે તેના સ્થાને માત્ર 20થી 30 હજાર લોકો મેળામાં આવ્યા હતા. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને હજુ ચાર દિવસ લોકમેળો ચાલવાનો છે. રાઇડ્સ પણ વરસાદના કારણે બંધ રાખવામાં આવી છે. રવિવારે રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદ બાદ તરણેતરના મેળામાં ગ્રાઉન્ડ પર કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિના પરિણામે પ્રથમ દિવસે ગ્રામીણ ઓલમ્પિકની રમતો બંધ રહી હતી. લાડુ ખાવાની સ્પર્ધા, ખો-ખો, રસ્સા ખેંચ, કબડી, 400 મીટર દોડ, ગોળાફેંક, લંગડી, ભાલાફેંક સહિતની રમતો બંધ રાખવામાં આવી હતી. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે અને ઠેર ઠેર કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ખેલાડીઓને ઇજા પહોંચે તેવી પરિસ્થિતિ હોવાના કારણે પ્રથમ દિવસે ગ્રામીણ ઓલમ્પિક બંધ રાખવામાં આવી હતી. પ્રથમ દિવસે પશુ હરીફાઈ સ્પર્ધા પણ બંધ રાખવામાં આવી હતી. આજે મશીનોથી ગ્રામીણ ઓલમ્પિક મેદાન સાફ કરવામાં આવશે અને ત્યારબાદ ફરી રમતો શરૂ કરવામાં આવશે.

જિલ્લા વિકાસ યુવા અધિકારી ભરતસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ રાખવામાં આવ્યા છે, પ્રથમ દિવસે વિવિધ લુપ્ત થતા વાજિંત્રોના કલાકારો દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને તેમને ક્રમાંકો પણ આપવામાં આવ્યા છે. લાખો રૂપિયાના ઇનામો પણ સરકાર દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular