Homeગુજરાતીગુજરાતભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો વધારો

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો વધારો

અંબાજી, 15 સપ્ટેમ્બર, 2026 : Darshan time extended at Ambaji Temple during Bhadravi Poonam fair  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા 7 દિવસીય મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અંબાજી પહોંચશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે આરતી અને દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં સવારે 7:30 કલાકે થતી આરતી મેળા દરમિયાન સવારે 6:00 કલાકે થશે. બપોરે 4:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેતા હતા, તેના બદલે હવે દર્શનનો સમય 5:00 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાત્રે 9:00 કલાકે બંધ થતું મંદિર હવે મધ્યરાત્રિના 12:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આમ, ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શનના કલાકો વધારવામાં આવ્યા છે.  આ ઉપરાંત મેળા દરમિયાન અતિશય ભીડને લીધે કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટે કેટલાક અન્ય નિર્ણય પણ લીધા છે. મેળાના 7 દિવસ દરમિયાન ચાચરચોકમાં આવેલી હવન શાળામાં કોઈપણ પ્રકારના હોમ-હવન કરી શકાશે નહીં. આ ઉપરાંત, માતાજીને ધરાવવામાં આવતો અન્નકૂટ પણ મેળા દરમિયાન બંધ રાખવામાં આવશે.

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા 2026ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં  શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં માતાજીના પ્રિય મોહનથાળ પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે.  અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિશેષ ડોમ બનાવીને સ્વચ્છતાપૂર્ણ વાતાવરણમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમ-હવન કરીને નિર્વિઘ્ને અને શુદ્ધતાપૂર્વક પ્રસાદ નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. આ વર્ષે પ્રસાદ નિર્માણનો પ્રારંભ ‘નારી શક્તિ’ના હસ્તે કરાવવામાં આવ્યો હતો,

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular