Homeગુજરાતીગુજરાતસ્કૂલબસના ચાલકને ચક્કર આવતા બસ બે દુકાનોને ટક્કર મારી તળાવના કિનારે અટકી

સ્કૂલબસના ચાલકને ચક્કર આવતા બસ બે દુકાનોને ટક્કર મારી તળાવના કિનારે અટકી

ગાંધીનગર, 15 સપ્ટેમ્બર, 2026 : School bus driver’s health deteriorates, bus crashes into two shops ‘સ્કૂલ ઓફ એચીવર્સ’ની બસ સવારે કાનપુર ગામેથી 3 થી 4 બાળકોને લઈને છાલા તરફ અન્ય વિદ્યાર્થીઓને લેવા માટે જઈ રહી હતી. ત્યારે સ્કૂલ બસ ચાલકની અચાનક તબિયત લથડતા તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડમાં એક દુકાન અને પાના ગલ્લાને અડફેટે લઈને નજીકમાં આવેલા તળાવના કિનારે જઈને અટકી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને લોકોએ ભારે જહેમત પછી બસમાં ફસાયેલા બાળકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જ્યારે બસ ડ્રાઈવરને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  ગાંધીનગર નજીક શિહોલી સ્થિત ‘સ્કૂલ ઓફ એચીવર્સ’ની બસ સવારે કાનપુર ગામેથી 3 થી 4 બાળકોને લઈને છાલા તરફ અન્ય વિદ્યાર્થીઓને લેવા જઈ રહી હતી. ત્યારે રસ્તામાં અચાનક જ બસ ડ્રાઈવરની તબિયત બગડી હતી. બસચાલકને ચક્કર આવતા બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. જેના લીધે સ્કૂલબસ રોડની સાઇડમાં આવેલી એક દુકાન અને પાનના ગલ્લાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે, પાનનો ગલ્લો ફંગોળાઈને સીધો નજીકના પાણી ભરેલા તળાવમાં જઈ પડ્યો હતો. બસમાં સવાર બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને બસ પણ સીધી તળાવ તરફ સળસળાટ આગળ વધવા લાગી હતી. જોકે, કિનારે આવેલા અવરોધોને કારણે બસ પાણીમાં પડતા-પડતા છેલ્લી ક્ષણે અટકી ગઈ હતી..  આ અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત પછી બસમાં ફસાયેલા બાળકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. બનાવના પગલે બાળકોના વાલીઓ પણ તળાવે દોડી આવ્યા હતા. જોકે બાળકો કોઈ ગંભીર ઇજા પહોંચ્યા વગર સુરક્ષિત મળી આવતા વાલીઓએ રાહતના શ્વાસ લીધા હતા. જ્યારે બસ ડ્રાઈવરને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular