1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીરના જંગલમાં લૂપ્ત થયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરી કલરવ કરતા થયા
ગીરના જંગલમાં લૂપ્ત થયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરી કલરવ કરતા થયા

ગીરના જંગલમાં લૂપ્ત થયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરી કલરવ કરતા થયા

0
Social Share

ગાંધીનગર, 14 જુલાઈ, 2026 : Indian Grey Hornbills spotted again in the Gir forest. ગુજરાત વન વિભાગને ઘોરાડ પક્ષીનાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સંરક્ષણ બાબતે થોડા દિવસો પહેલા જ એક મોટી સિદ્ધિ મળી છે. જેમાં ‘જમ્પ-સ્ટાર્ટ’ ટેકનિક દ્વારા જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું જન્મ પછીના કટોકટી જેવા ગણાતા 40 દિવસ સુધી જીવી ગયુ છે. આ એક મહત્વની સિદ્ધી ગણાય છે. આ જ સમયે ગુજરાત વન્યજીવ સરંક્ષણની સફળતાનાં એક બીજા મોટા સમાચાર આવ્યા છે. ગીર જંગલમાંથી છ દાયકા પહેલા વિલુપ્ત થઇ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો) પક્ષીને ફરી પાછા ગીરમાં વસાવવાનાં પ્રયત્નોને સફળતા મળી છે. છ દાયકા પહેલા ગીરનાં જંગલમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત વર્ષ 2021માં અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરમાં છોડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં આ ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન’ પ્રોજેકટને સફળતા મળી છે. કેમ કે, આ પક્ષી હવે અહીં સ્થાયી થઇ ગયુ છે, એટલુ જ નહીં પણ તે અહીં માળા પણ બનાવે છે અને પ્રજનન પણ કરે છે.

રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મહત્વના આયામો હાથ ધરવામાં આવ્યા છે. વિલુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પક્ષીથી લઇ ઇન્ડિયન ગ્રે હોર્નબિલનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળેલી સફળતા આના ઉત્તમ ઉદાહરણો છે. વર્ષ 2021માં ગીર જગંલમાં ચિલોત્રા પક્ષીને ફરીથી વસાવવામાં આવ્યા. આ ઘટનાને પાંચ વર્ષ થયા. હવે આ પક્ષી તેના નવા વસવાટમાં ગોઠવાઇ ગયા છે. અને પ્રજનન પણ છે. જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે. 1950 અને 1960ના દાયકામાં ગીરનાં જગંલમાંથી અદૃશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં પાછા લાવવાનાં પ્રોજેક્ટને સફળતા મળવી એ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. “ગુજરાતનાં વન્યજીવ સરંક્ષણનાં મોડેલે વિશ્વને બતાવ્યું છે કે, તેની પ્રાકૃતિક વિરાસતનું સંરક્ષણ અને રક્ષણ કેવી રીતે કરવું. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વન્યજીવ સરંક્ષણનાં વિશેષ પ્રયત્નોને મળેલી સિદ્ધિ પર સમગ્ર દેશ ગર્વ અનુભવે છે.

*ચિલોત્રાનું ઇકોલોજીમાં મહત્વનું યોગદાન*

“ચિલોત્રો પક્ષીને ગીરનાં જગંલમાં મુક્ત કર્યા પછીના પ્રથમ વર્ષ દરમિયાન એક જોડીએ સફળતાપૂર્વક પ્રજનન કર્યું હતુ જ્યારે બીજા વર્ષમાં વધારાની ત્રણ સંવર્ધન જોડીઓએ માળો બનાવ્યો હતો. આ દર્શાવે છે કે, ચિલોત્રાએ ગીરને ફરીથી પોતાનું ઘર બનાવી લીધુ છે. આ પક્ષી લાંબા અંતર સુધી વૃક્ષોનાં બીજનો ફેલાવો કરે છે. તેનું આ વર્તન ઇકોલોજીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે. આ પક્ષી ફળ આપતા વૃક્ષોના બીજનું વહન કરીને જંગલોના કુદરતી પુનર્જીવનમાં મદદ કરે છે,”  તેમ ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code