1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની ગેન્ગના ત્રણ શખસો પકડાયા
ગાંધીનગર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની ગેન્ગના ત્રણ શખસો પકડાયા

ગાંધીનગર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની ગેન્ગના ત્રણ શખસો પકડાયા

0
Social Share

ગાંધીનગર, 28 મે, 2026 : Three members of a Rajasthan gang involved in temple thefts arrested  જિલ્લામાં મંદિરોમાં ચોરીના બનાવો વધતા પોલીસે ચોર ટોળકીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. દરમિયાન  ગાંધીનગર LCBએ આંતરરાજ્ય ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનની ગેન્ગના ત્રણ શખસોની ધરપકડ કરીને પોલીસે મંદિરોમાં થયેલી 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર જિલ્લામાં મંદિરોમાં તિજોરી તોડીને ચોરી કરનારી એક રાજસ્થાની ગેન્ગના ત્રણ શખસોને પોલીસે દબોચી લીધા છે. ત્રણ ચોર મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના ઝુંડાલ ગામ વિસ્તારમાં રહીને આ ગુનાખોરીને અંજામ આપતા હતા.

આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળાની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે તાજેતરમાં ઝુંડાલ ગામના રામાપીર મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના દિનેશ ઉર્ફે મુકેશ નારણભાઇ દેવીલાલ મીણા, જીવાભાઇ મોહનભાઇ વેલાભાઇ મીણા અને રાકેશ થાવરાભાઇ કેલાભાઇ મીણા ઝુંડાલ ગામમાં નવીન બની રહેલી રુદ્ર ઈલાઈટ ફ્લેટ સ્કીમ પાસે રહેતા હતા.

 પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા માટે પૈસાની જરૂરિયાતને પૂરી કરવા ચોરી કરતા હતા. તેમની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચોક્કસ હતી. તેઓ રાત્રિના સમયે ગામથી દૂર આવેલા મંદિરોને ટાર્ગેટ કરતા હતા. ચોરી કરવા નીકળતી વખતે તેઓ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ઘરે મૂકી દેતા જેથી કોઈ ટેકનિકલ ટ્રેસ ન મળે.  ત્યારબાદ લોખંડના સળિયા વડે દાનપેટી અને મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિઓ પરના આભૂષણો તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા હતા.પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.જેમાં ચાંદીનો મુગટ, ચાંદીનું કડું, રોકડ રકમ, એક બગસરાનો હાર અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.

વધુમાં એસપીએ ઉમેર્યું કે,પૂછપરછ દરમિયાન આરોપીઓએ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝુંડાલ ગામના રામાપીર મંદિર, શેરથા ગામના મંદિર અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના મંદિરમાં ચોરી કર્યાની કબુલાત કરી છે.ખાસ કરીને આરોપી દિનેશ ઉર્ફે મુકેશનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે. અગાઉ રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના સેમારી પોલીસ સ્ટેશનમાં તેની સામે ચોરી, મારપીટ અને ગેરકાયદેસર પ્રવેશ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં એલસીબીની ટીમે અડાલજ પોલીસ અને અન્ય સંબંધિત પોલીસ સ્ટેશનો સાથે મળીને આ ગેંગને કાયદાના સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code