1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના બદલીનો કેમ્પ યોજાશે
માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના બદલીનો કેમ્પ યોજાશે

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના બદલીનો કેમ્પ યોજાશે

0
Social Share

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Transfer camp for teachers of secondary રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ 16મી જુલાઈ યોજાશે. બદલીઓના કેમ્પ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. કમિશનર શાળાઓની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને પત્ર પાઠવી જિલ્લા કક્ષાએ ઓફલાઇન આંતરિક ફેરબદલી કેમ્પ યોજવા સૂચના આપી છે.

સ્કૂલ ઓફ કમિશનર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ આવતા કાલે 4 જુલાઈ સુધીમાં તમામ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવાની રહેશે. ત્યારબાદ 7 જુલાઈ સુધીમાં બદલી ઇચ્છુક શિક્ષકો પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજીઓના આધારે 10 જુલાઈના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર થશે, જ્યારે 13 જુલાઈ સુધીમાં વાંધા-અરજીઓ સ્વીકારવામાં આવશે. વાંધાઓના નિકાલ બાદ 14 જુલાઈએ અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે અને 16 જુલાઈના રોજ જિલ્લા આંતરિક બદલીના હુકમો કરવામાં આવશે.

શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓને પારદર્શક અને મેરિટ આધારિત પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી છે. જિલ્લા કક્ષાએ યોજાનારા આ બદલી કેમ્પમાં શિક્ષકોને નિયત નિયમો અને માર્ગદર્શિકા મુજબ પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે. વિભાગે સમયમર્યાદાનું કડક પાલન કરવા સાથે સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા DEO અને DPEOને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code