1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં મદનઝાંપા રોડ પર એક જ કોમના બે જુથ બાખડી પડ્યા, 4ને ઈજા
વડોદરામાં મદનઝાંપા રોડ પર એક જ કોમના બે જુથ બાખડી પડ્યા, 4ને ઈજા

વડોદરામાં મદનઝાંપા રોડ પર એક જ કોમના બે જુથ બાખડી પડ્યા, 4ને ઈજા

0
Social Share

વડોદરા, 26 મે,2026 : Two groups of the same community clashed  શહેરના મદનઝાંપા રોડ પર જૂની અદાવતને લઈને એક જ કોમના બે જૂથો બાખડી પડતા અફરા-તફરી મચી ગઈ હતી.  લાકડાના દંડાથી હુમલો થતાં બંને પક્ષના લોકોને ઘવાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. બંને પક્ષોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના દુધવાલા મહોલ્લામાં મદનઝાંપા રોડ પર રહેતા અને ન્યાયમંદિર પાસે પ્લમ્બિંગની દુકાન ચલાવતા તાહીરહુસૈન મોહમ્મદહુસૈન ગાદીવાલા (ઉ.વ.34)એ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ તા. 25 મેના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે તેઓ તેમના મિત્રો મોહમ્મદફારુક સિદ્દીકભાઈ ગાદીવાલા અને અયાઝ રફિકભાઈ નસુકવાલા સાથે રજવાડી ચાની દુકાન પાસે ગાંધી ઝેરોક્ષ નજીક ઉભા હતા. દરમિયાન સમીર સોયેબ ઇલાયચીવાલા અને સોયેબ ઇસ્માઈલ ઇલાયચીવાલા ઓટો રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા. જૂની અદાવતના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. ફરિયાદ મુજબ, સમીર ઇલાયચીવાલાએ રિક્ષામાંથી લાકડાનો દંડો કાઢી તાહીરહુસૈનના જમણા હાથની કોણી પાસે માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઝઘડા દરમિયાન નુહ ઇમ્તિયાઝ છેલાવાલા (ઉ.વ.15)ને માથાના ભાગે ઇજા પહોંચી હતી. લોકો ભેગા થતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ, ડી.સી.બી. ઓફિસ પાસે ભદ્ર કચેરી રોડ પર રહેતા અને પોર્ટર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા સમીર સોયેબ ઇલાયચીવાલા (ઉ.વ.20)એ પણ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના પિતા સોયેબ ઇસ્માઈલ ઇલાયચીવાલા સાથે રિક્ષા લઈને ભગતસિંહ ચોક પાસે ચા પીવા આવ્યા હતા અને ગાંધી ઝેરોક્ષ પાસે લુકમાન યાકુબવાલા સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન તાહીરહુસૈન ગાદીવાલા, મોહમ્મદફારુક ગાદીવાલા અને અયાઝ નસુકવાલા જૂની અદાવત રાખી ત્યાં આવ્યા હતા અને ગાળાગાળી કરીને મારામારી શરૂ કરી હતી. અયાઝ નસુકવાલાએ લાકડાના દંડાથી સમીરના માથાના પાછળના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત સમીરના પિતા સોયેબભાઈને હાથ અને આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નવાપુરા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code