પાલનપુર, 6 જુલાઈ, 2026 : Waterlogging on the National Highway બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. પાલનપુરમાં સામાન્ય વરસાદ પડતા જ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. શહેર નજીક પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર થ્રિ એલિવેટેડ બ્રિજ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ હાઇવે પર પાણી ભરાયા છે. હાઈવે પરની ડ્રેનેજ વ્યવસ્થા અને નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. માત્ર હાઈવે પર જ નહીં પણ શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીની યોગ્ય રીતે કરવામાં ન આવતા આ સ્થિતિ સર્જાઈ છે. જ્યારે હાઈવે પર પણ ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઆ વ્યવસ્થા કરવામાં આવી નથી.
પાલનપુર-અંબાજી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં હાલાકી થઈ હતી. માત્ર 8 મિલીમીટર જેવા ઓછા વરસાદમાં પણ હાઈવે પર પાણી ભરાઈ જવાથી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે.


