Homeગુજરાતીગુજરાતવડોદરા હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર મહિલાનું મોત

વડોદરા હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર મહિલાનું મોત

વડોદરા, 30 માર્ચ 2026: Woman biker dies after being hit by unknown vehicle  શહેર નજીક નેશનલ હાઈવે-48 પર ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. હાઈવે પર રાત્રે બાઈક પર સવાર દંપત્તીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતું. આ બનાવમાં બાઈક સવાર 43 વર્ષીય મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. લગ્ન પ્રસંગમાંથી બાઈક પર સવાર થઈને પરત ફરતા દંપત્તીને પાછળથી આવતા વાહને જોરદાર ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું અને રસ્તા પર માંસના લોચા પથરાયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પતિ-પત્ની બાઈક પર મંજુસર જવા માટે બાઈક પર સવાર થઈને વડોદરા નજીક નેશનલ હાઈવે પર જઈ રહ્યા હતા ત્યારે કોઈ ભારે વાહને બાઈકને અડફેટે લેતા બન્ને પતિ-પત્ની રોડ પર પટકાયા હતા. જેમાં પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. આ બનાવની આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બનાવની જાણ પોલીસને કરી હતી. આ અંગે મૃતક મહિલાના પતિ નાસિરઅલીએ જણાવ્યું હતું કે, અમે લગ્નમાંથી આવીને મંજુસર તરફ જઈ રહ્યા હતા. અચાનક પાછળથી મોટી ગાડી આવી અને અમારી બાઇકને ટક્કર મારી. અંધારામાં કંઈ ખબર જ ન પડી અને આ અકસ્માત સર્જાયો.

સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાની ઉંમર આશરે 43 વર્ષ છે, પોલીસે મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હાલમાં આ મામલે પોલીસે ફરાર ચાલકની શોધમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અવાર નવાર નેશનલ હાઈવે પર સર્જાઈ રહેલા અકસ્માત પર લગામ કસવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular