1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર હાઈવે પર કારની ટક્કરથી એક્ટિવા ટ્રક પાછળ ઘૂસી જતા મહિલાનું મોત
પાલનપુર હાઈવે પર કારની ટક્કરથી એક્ટિવા ટ્રક પાછળ ઘૂસી જતા મહિલાનું મોત

પાલનપુર હાઈવે પર કારની ટક્કરથી એક્ટિવા ટ્રક પાછળ ઘૂસી જતા મહિલાનું મોત

0
Social Share

પાલનપુર, 22 મે, 2026 : Woman dies after being hit by car, scooter hits truck from behind હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. પાલનપુર નજીક હાઇવે ઉપર રામદેવ હોટલ પાસે સવારના સુમારે એક્ટિવા ઉપર પસાર થઇ રહેલા મહેસાણાના દંપતીને સ્કોર્પિયો ચાલકે પાછળથી ટક્કર મારતા એક્ટિવા આગળ ઉભેલા ટ્રકમાં ઘુસી જતાં પત્નીનું મોત થયું હતુ. જ્યારે તેમના પતિને ગંભીર ઇજા થતાં પાલનપુરથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યા હતા.

અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મુળ મહેસાણામાં વતની અને હાલ પાલનપુરમાં સુરમ્યવિલામાં રહેતા ભાવનાબેન અને તેમના પતિ અમીતભાઇ પટેલ એક્ટિવા પર પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર રામદેવ હોટલ નજીકથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવેલી સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારતાં એક્ટિવા આગળ ઉભેલા ટ્રકમાં ઘુસી ગયું હતુ. જેમાં ભાવનાબેનનું મોત થયું હતુ. જ્યારે અમીતભાઇને ગંભીર ઇજા થતાં પાલનપુર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતનો ભોગ બનેલા ભાવનાબેન અને અમીતભાઇ તેમના પુત્રને અભ્યાસ કરાવવા માટે એક માસ અગાઉ જ મહેસાણાથી પાલનપુર રહેવા માટે આવ્યા હતા. પુત્રને ડોકટર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતુ. અમીતભાઇ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠા ધરવાની માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેમની પુત્રીના એક વર્ષ અગાઉ કેનેડામાં લગ્ન કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code