અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026 : 23 thousand seats vacant in Gujarat University after GCAS online admission process રાજ્યમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રવેશની કાર્યવાહી જીકાસ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ બાદ અનેક જગ્યાઓ ખાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં જીકાસના પોર્ટલ દ્વારા અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટની 97,450 બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ GCAS પોર્ટલની ખામીઓને કારણે ચાર રાઉન્ડ બાદ 50 ટકા બેઠકો ખાલી પડી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકની વિવિધ વિદ્યાશાખામાં જીકાસ દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. GCAS પોર્ટલની ખામીઓને કારણે બેઠકો ન ભરાતા 31 રાઉન્ડ કરવા પડ્યા હતા. વિવિધ વિદ્યાશાખાઓમાં 50 ટકા બેઠકો ખાલી રહેલા ગુજરાત યુનિવર્સિટીને પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા કરી ખાલી બેઠકો ભરવા સૂચના આપવામાં આવી હતી. જીકાસ દ્વારા ખાલી પડેલી પોતાની રીતે ભરવાની છૂટ આપી હતી. જે દરમિયાન કોલેજ દ્વારા તેમની મેરીટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. જેથી કુલ 97,450 બેઠકમાંથી 73,797 બેઠક ભરાઈ છે. જીકાસ પોર્ટલની ખામીઓને કારણે આ વર્ષે કુલ 23 હજાર કરતા વધુ બેઠકો ખાલી રહી ગઈ છે.
ગુજરાત યુનિવર્સિટીને ખાલી બેઠકો ભરવાની છૂટ મળતા જ તમામ કોલેજ દ્વારા મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાલી બેઠકો ભરવાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં આ વર્ષે અંડરગ્રેજ્યુએટમાં 74,500 બેઠકમાંથી 56,489 બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જો કે, પ્રવેશ પ્રક્રિયા અંતે પણ 18 હજાર જેટલી બેઠક ખાલી રહી ગઈ છે. પોસ્ટગ્રેજ્યુએટમાં 22,950 બેઠકમાંથી 17,490 બેઠક ભરાઈ છે જ્યારે 5460 બેઠકો ખાલી રહી ગઈ છે. સરકારી યુનિવર્સિટીમાં ફી ઓછી હોવા છતાં GCAS પોર્ટલની ખામીઓના અને લાંબો સમય સુધી પ્રવેશ પ્રક્રિયા ચલાવી હોવાથી કેટલાક વિદ્યાર્થીઓએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ લીધો હતો


