1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીસા- ધાનેરા હાઈવે પર 13 કિલો ચાંદીની લૂંટ કેસમાં 5 આરોપીની ધરપકડ
ડીસા- ધાનેરા હાઈવે પર 13 કિલો ચાંદીની લૂંટ કેસમાં 5 આરોપીની ધરપકડ

ડીસા- ધાનેરા હાઈવે પર 13 કિલો ચાંદીની લૂંટ કેસમાં 5 આરોપીની ધરપકડ

0
Social Share

ડીસા, 23 એપ્રિલ 2026: 5 accused arrested in 13 kg silver robbery case ડીસા-ધાનેરા હાઈવે પર થયેલી 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલીને જિલ્લા એલસીબી અને ડીસા રૂરલ પોલીસે ઉકેલીને પાંચ આરોપીઓને દબોચી લીધા છે. આ લૂંટનો માસ્ટરમાઈન્ડ પેઢીનો જ ભૂતપૂર્વ કર્મચારી ભરત રબારી હતો. તેણે 15 દિવસ પહેલા જ નોકરી છોડી હતી અને લૂંટારાઓને આંતરિક માહિતી પૂરી પાડી હતી. પોલીસે સકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે.

આ બનાવની વિગત એવી હતી કે, ડીસા-ધોનેરા હાઈવે પર ટેટોડા ગામ નજીક અમદાવાદની ‘મેક્સિમમ એન્ટરપ્રાઈઝ’ના કર્મચારીઓ ચાંદી લઈને કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે અલ્ટ્રોઝ કારમાં આવેલા લૂંટારાઓએ તેમને રોક્યા હતા. હથિયારના જોરે 13 કિલો ચાંદી અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેની સૂચનાથી LCB અને ડીસા રૂરલ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. હાઈવે પરના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે લૂંટારાઓનો પીછો કર્યો હતો.

પીછો કરતી વખતે આરોપીઓએ પોલીસની ખાનગી ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે સતર્કતા દાખવી પાંચ શખસોને ઝડપી પાડ્યા હતા.

 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લૂંટનો માસ્ટરમાઈન્ડ પેઢીનો જ ભૂતપૂર્વ કર્મચારી ભરત રબારી હતો. તેણે 15 દિવસ પહેલા જ નોકરી છોડી હતી અને લૂંટારાઓને આંતરિક માહિતી પૂરી પાડી હતી. પોલીસે સકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. ફરાર દેવાભાઈ રબારીની શોધખોળ ચાલુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code