1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી
રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી

0
Social Share
  • 326 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટના ટર્મિનલની સામાન્ય વરસાદે પોલ ખોલી,
  • અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે પાણી ટપકતા પ્રવાસીઓનો સામાન પલળી ગયો,
  • સત્તાધિશોએ તાત્કાલિક મરામતનું કામ હાથ ધર્યું

રાજકોટઃ શહેર નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમા ટર્મિનલમાં સામાન્ય વરસાદમાં પાણી ટપકવા લાગતા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સફાળા જાગી તાબડતોબ રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે

રાજકોટ નજીક હીરાસર ગામ પાસે રૂપિયા 326 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરાયું છે. નવા બનાવાયેલા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ અહી અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે છતમાંથી પાણીનો ધોધ પડતા મુસાફરોનો સામાન પલળી ગયો હતો. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા તાબડતોબ રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટર્મિનલમાં અન્ય જગ્યાએ થોડું પાણી ટપકતું હતું ત્યાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોતાની ભૂલ છુપાવવા માટે વૃક્ષના કુંડા મુકી દીધા હતા.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાને બે વર્ષ વિતી ગયા હોવા છતાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હજુ સુધી શરૂ થઈ નથી, જ્યારે એક પછી એક અસુવિધાઓના વીડિયો સામે આવી રહ્યા છે. વાઇરલ થયેલી તસવીરોમાં પાણીથી મુસાફરોને પડી રહેલી પારાવાર મુશ્કેલી સ્પષ્ટ દેખાય છે. જોકે, આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સફાળા જાગી ગયા અને તુરંત જ ટર્મિનલમાં જ્યાં જ્યાંથી પાણી ટપકે છે ત્યાં રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવ્યુ છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સતત વિવાદોમાં આવતું રહ્યું છે. અગાઉ ટર્મિનલમાં કેનોપી તૂટવાની સાથે દીવાલ ધરાશાયી થઈ જવી જેવી સમસ્યાઓ સામે આવી હતી. હંગામી એરપોર્ટ ટર્મિનલનો જ્યારે પ્રારંભ થયો તેના પહેલા જ દિવસે શૌચાલયમાં પાણી ખૂટી ગયું હોવાથી બોટલ લઈને શૌચાલયમાં જવું પડતું હોવાના વીડિયો સામે આવ્યા હતા, જેને લઈને ખૂબ જ મોટો વિવાદ પણ સામે આવ્યો હતો. તે સમયે ટેન્કરથી પાણી મંગાવવું પડતું હતું, જોકે હવે પાઈપલાઈન નંખાઈ જતા તે સમસ્યા દૂર થઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code