1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન
સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

0
Social Share

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના હાઈવે તેમજ રોડ-રસ્તાઓ પર અવાર-નવાર સિંહ સહિત વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં સિંહોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે કડક અને વ્યાપક પગલાં લેવાની દિશામાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઉપવન સંરક્ષકો (DCF) તેમજ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ જોડાયા હતા. ખાસ કરીને અમરેલી અને ગીરના માર્ગો પર સિંહોની અવર-જવર વધી છે ત્યારે હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર વન્યપ્રાણીઓના મોતના બનાવો અટકાવવા તે પ્રાથમિકતા બની ગઈ છે. જાન્યુઆરી માસમાં જ ત્રણ સિંહોના અકસ્માતે મોતે વનવિભાગને વધુ સાવચેત બનાવ્યો છે.

વનવિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યુની સંખ્યા ચિંતાજનક રહી છે. કુદરતી કારણો ઉપરાંત માનવસર્જિત અકસ્માતોમાં જાન્યુઆરી-26માં અમરેલી જિલ્લામાં સિંહ-સિંહણ, દીપડાના મોત થયા હતા. આવા બનાવો અટકાવવા ગ્રામજનો પ્રવાસીઓમાં જાગૃતિ લાવવા વિશેષ અભિયાન હાથ ધરાશે.માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન: હોટસ્પોટ વિસ્તારોમાં સ્પીડ બ્રેકર બનાવવા, રિફ્લેક્ટર લગાવવા અને સ્પષ્ટ ચેતવણી બોર્ડ મૂકવાની સૂચના અપાઈ છે. લાઇટિંગ અને બોર્ડ: સિંહોની અવર-જવરવાળા વિસ્તારોમાં રાત્રિના સમયે વાહનચાલકોને દેખાય તેવા રિફ્લેક્ટર અને જરૂરી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) ને તાત્કાલિક એવા માર્ગોની યાદી તૈયાર કરવા કહેવાયું છે જ્યાં સિંહોની અવર-જવર વધુ રહેતી હોય.  સિંહોની ગતિવિધિઓ પર નજર રાખવા અને રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે જો જરૂરી જણાય તો સિંહોને રેડિયો કોલર પહેરાવવાની તૈયારી રાખવા પણ સૂચના અપાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code