1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંગણવાડી-આશાવર્કર કર્મચારીઓ 12મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળમાં જોડાશે
આંગણવાડી-આશાવર્કર કર્મચારીઓ 12મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળમાં જોડાશે

આંગણવાડી-આશાવર્કર કર્મચારીઓ 12મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળમાં જોડાશે

0
Social Share

રાજકોટ, 6 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં આંગણવાડી અને આશાવર્કર તેમજ ફીસીલીટેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિનામાં આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવા હુકમ કર્યો હતો. જેની મુદત 20મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે. ત્યારે  16મી ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી માગણી સાથે 1.40 લાખ કર્મચારી બહેનોએ  સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. દરમિયાન 12મીએ નવા મજૂર કાયદાના વિરોધમાં જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાળમાં આંગણવાડી બહેનોએ પણ જોડાવાની જાહેરાત કરી છે.

રાજકોટમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ યુનિયનના હોદેદારો સાથે મળીને કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે જઈને 17 માગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. 12મીએ નવા મજૂર કાયદાના વિરોધમાં જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાળમાં આંગણવાડી બહેનોએ પણ જોડાવાની જાહેરાત કરી છે. આંગણવાડી બહેનોએ આવેદનપત્ર આપ્યું છે. જેમાં એવી માગ કરવામાં આવી છે કે, ગુજરાતનું બજેટ 16 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. જેથી રાજ્ય સરકાર આ બજેટમાં આંગણવાડી, આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોના પગારમાં વધારો કરે, તેમજ. સરકાર મોબાઇલ આપતી નથી અને ડિજિટલ કામગીરી બહેનોને ખુદના મોબાઇલમાં કરાવવામાં આવે છે. જો બહેનો તેવું ન કરે તો તમારો પગાર કાપશું અને નોકરીમાંથી કાઢી મૂકશું તેવી ધાકધમકી આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે 2022 માં આ બહેનોની કામગીરીને બિરદાવી હતી. હેલ્પરને રૂ.6000, આશાવર્કરને રૂ.5500 અને આંગણવાડી વર્કરને રૂ.10000 અને હેલ્પરને રૂ.5500 જ માસિક વેતન આપવામાં આવે છે. આ 1.40 લાખ બહેનો છે. સરકાર આ બાબતે નિર્ણય લાવે તે જરૂરી છે અને આ બહેનોના પ્રશ્ન માટે 12 મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે. સરકાર નવા મજૂર કાયદાઓ ખૂબ જ ખરાબ અને કામદારોને નુકશાનકર્તા છે. હડતાલના દિવસે આ બહેનો રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code