1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતની ફેમિલી કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ ફેંકીને આપઘાતનો કર્યો પ્રયાસ
સુરતની ફેમિલી કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ ફેંકીને આપઘાતનો કર્યો પ્રયાસ

સુરતની ફેમિલી કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ ફેંકીને આપઘાતનો કર્યો પ્રયાસ

0
Social Share

 સુરત, 13 માર્ચ 2026: Elderly husband attempts suicide by throwing acid on wife શહેરની ફેમિલી કોર્ટમાં આજે ભરણ-પોષણના કેસ માટે આવેલા એક વૃદ્ધ પતિએ તેના વૃદ્ધ પત્ની પર એસિડ ફેંકીને હુમસો કરીને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવથી કોર્ટમાં અફડા-તફડી મચી ગઈ હતી. હાલમાં ઈજાગ્રસ્ત વૃદ્ધના પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શહેરના જિલ્લા સેવા સદનના પાંચમા માળે આ ઘટના બની હતી, જ્યાં વૃદ્ધ પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે આવ્યા હતા. આ મામલે પોલીસે એસિડ ફેકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરમાં જિલ્લા સેવા સદનના એ-બ્લોકમાં આવેલા પાંચમા માળે આજે. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું. જજની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે કોર્ટ રૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. એસિડ સીધું મહિલાના માથા અને ચહેરાના ભાગે પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના વકીલના જણાવ્યા પ્રમાણે, એસિડના કારણે મહિલાની આંખ ડેમેજ થઈ છે અને તેમની હાલત નાજુક છે. ઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે પાર્લે પોઇન્ટ ખાતે આવેલી સચદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરો હાલ તેમની દ્રષ્ટિ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

ફેમિલી કોર્ટમાં આરોપી પતિ કાપડની કોથળીમાં એસિડની બોટલ છુપાવીને લાવ્યો હતો. તેની કોથળીની તપાસ કરતા તેમાંથી એક નાની ડાયરી પણ મળી આવી છે. એસિડ-એટેક કર્યા બાદ આરોપીએ પોતાની કોથળીમાંથી કોઈ ઝેરી પાવડર જેવો પદાર્થ ખાઈ લેતા તેને પણ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

વકીલના કહેવા મુજબ આ ઘટનામાં બંને પક્ષો 7-8 વર્ષથી અલગ-અલગ રહી રહ્યા છે. અરજદાર મહિલા પોતાની દીકરી અને જમાઈ સાથે રહે છે અને પતિ અલગ રહે છે. આમાં પતિ એક આયુર્વેદિક ડોક્ટર છે. કોર્ટ દ્વારા 10,000 રૂપિયાના અંતરિમ ભરણપોષણનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે અંતરિમ ભરણપોષણ મંજૂર કરી દીધું છે. વસૂલાતની અરજીઓ પેન્ડિંગ છે. પૈસા ન ચૂકવવા પડે, એટલા માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code