1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ધો. 10ના વિદ્યાર્થીને સ્કૂલ ગેટ પાસે જ નજીવી વાતે 4 સગીરોએ છરી મારતા ગંભીર
સુરતમાં ધો. 10ના વિદ્યાર્થીને સ્કૂલ ગેટ પાસે જ નજીવી વાતે 4 સગીરોએ છરી મારતા ગંભીર

સુરતમાં ધો. 10ના વિદ્યાર્થીને સ્કૂલ ગેટ પાસે જ નજીવી વાતે 4 સગીરોએ છરી મારતા ગંભીર

0
Social Share

સુરત, 16 માર્ચ 2026: Std. 10 student seriously injured after being stabbed by 4 minors આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં સગીર વયના બાળકોમાં હિંસક વૃતિ વધતી જાય છે. હવે તો સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ પોતાના સહાધ્યાયી પર નજીવી વાતે જીવલેણ હુમલા કરતા હોય છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને તેના પર સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરાયો હતો. શહેરની કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ ભેગા મળીને એક વિદ્યાર્થીને આંતરીને માર માર્યો હતો અને ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  ભોગ બનનાર સગીર વિદ્યાર્થી જ્યારે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની જ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ સાથે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને તેને રસ્તામાં રોકવામાં આવ્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને વિદ્યાર્થી સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને “તારામાં બહુ દમ છે” તેમ કહી અપશબ્દો બોલી મારપીટ કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ચપ્પુ કાઢી પીઠ અને પેટના ભાગે ઘા ઝીંક્યા હતા, જેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર સગીર વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

છરીથી ઈજાગ્રસ્ત થયેલા સગીર વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. પિતાએ આક્ષેપ કર્યો છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હતો. પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર ચારેય વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code