1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

0
Social Share

અમદાવાદ, 24 માર્ચ 2026: AAP releases first list of 460 candidates for local body elections ગુજરાતમાં સ્થાનિક સ્વાજની ચૂંટણીઓની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પણ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટીઓ તો ચૂંટણી જાહેર થયા પહેલા જ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ અંગે આપ’ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે. અને ચૂંટણી પ્રચાર માટે તેમને પુરતો સમય મળી રહેશે.

રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દીધી છે. તેમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 11 નગરપાલિકાઓની 13 બેઠક (પેટા ચૂંટણી), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં કૂલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં 2,16,15,633 પુરૂષ મતદારો છે. જ્યારે 2,02,71,220 મહિલા મતદાર છે. આ ઉપરાંત 965 અન્ય મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ હવે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સત્તાવાર જાહેરાત કરશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે. હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે.

તેમણે કહ્યુ હતું કે, આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે, 460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે. હું તમામ 460થી વધુ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવું છું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code