1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 900 સોસાયટીઓને પીએનજીના નેટવર્કમાં 3 મહિનામાં આવરી લેવાશે
અમદાવાદમાં 900 સોસાયટીઓને પીએનજીના નેટવર્કમાં 3 મહિનામાં આવરી લેવાશે

અમદાવાદમાં 900 સોસાયટીઓને પીએનજીના નેટવર્કમાં 3 મહિનામાં આવરી લેવાશે

0
Social Share

 અમદાવાદ, 25 માર્ચ 2026: 900 societies to be covered in PNG network શહેરમાં વધુ લોકોને પીએનજીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, આગામી 3 મહિનામાં અમદાવાદ શહેરની 900 સોસાયટીઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ LPGની ફાળવણી 10 ટકાથી વધારીને 25 ટકા કરવાનો નિર્ણય કરાયો છે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો બફર સ્ટૉક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના વિતરણ પર કોઇ પણ પ્રકારના અંકૂશ નથી.  તેથી નાગરીકોને ખોટી ભ્રામક અફવાઓ પર ધ્યાન નહી આપવા તેમજ પેટ્રોલપંપની બહાર લાઇન નહીં લગાડવા અપીસ કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો કે રેશનિંગ નથી. તેથી રાબેતા મુજબની વ્યવસ્થા જાળવી રાખવા અને સરકાર તેમજ ડીલર્સને સહયોગ આપવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.

અમદાવાદના શહેરી વિસ્તારમાં PNGને પ્રોત્સાહન આપીને જે સોસાયટીઓમાં પીએનજી નેટવર્ક નથી. તેવી સોસાયટીઓમાં આગામી 3 મહિનામાં પીએલજી નેટવર્ક આપવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. તેમજ રાજયમાં હોટલ, રેસ્ટોરન્ટ/ઢાબા, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ વગેરે જેવાં કોમર્શિયલ સિલિન્ડરનો વપરાશ કરતી સંસ્થાઓને PNG કનેક્શનમાં તબદીલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં LPGની રાજય વ્યાપી પરિસ્થિતિને ધ્યાને લઈ LPGની  ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને ધ્યાને લઈ જયાં PNG Network ઉપલબ્ધ ન હોય ત્યાં ફાળવણી વધારવામાં આવી છે. ઉપરાંત, હવે દરેક જિલ્લામાં અગત્યના એક MSME સેકટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરતી હોય તેની ઓળખ કરી તેઓને 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code