1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં ચૈત્ર મહિનાને લીધે કિડિયારૂ પુરવાનું જીવદયાને ઉજાગર કરતું કાર્ય
ભાવનગરમાં ચૈત્ર મહિનાને લીધે કિડિયારૂ પુરવાનું જીવદયાને ઉજાગર કરતું કાર્ય

ભાવનગરમાં ચૈત્ર મહિનાને લીધે કિડિયારૂ પુરવાનું જીવદયાને ઉજાગર કરતું કાર્ય

0
Social Share

ભાવનગર, 15 એપ્રિલ 2026Jivdaya’s work of filling the Kidiyaru ચૈત્ર મહિનમાં દાન-પૂણ્યનું વિશેષ મહાત્મ્ય છે. ભાવનગરમાં  વર્ષોથી જીવદયા માટે પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવી રહ્યુ છે. શહેરના પ્રેરણા ફાઉન્ડેશન, મહાદેવ મિત્ર ગ્રૂપ અને વિવિધ મહિલા મંડળો સહિત અનેક દાતાઓના સહયોગથી આશરે 550 મણ (11000 કિલો) જેટલું કીડીયારું તૈયાર કરવામાં આવ્યું છે. ઘઉંનો લોટ, ઘી અને ગોળના મિશ્રણથી તૈયાર થયેલો આ આહાર ભાવનગર જિલ્લાના 120 ગામોના સીમ, વગડા અને ડુંગરમાળાઓમાં વસતા અબોલ જીવજંતુઓ સુધી પહોંચાડવામાં આવે છે. કીડીઓને પણ આહાર મળી રહે તે માટે જીવદયાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ચૈત્ર મહિનાને અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્ત્વ ધરાવતો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ, દાન-ધર્મ અને સેવા કાર્યો દ્વારા પુણ્ય મેળવતા હોય છે. આવા પવિત્ર કાર્યોમાં કીડીયારું પૂરવું એક વિશેષ પરંપરા છે. કીડીયારું પૂરવાનો અર્થ એ છે કે કીડીઓ માટે ખાસ કરીને લોટ, ખાંડ, ગોળ અથવા અન્ય મીઠાશવાળા પદાર્થોનું મિશ્રણ બનાવીને જમીન પર કે વૃક્ષોની નજીક મૂકવામાં આવે છે, જેથી નાના જીવજંતુઓને આહાર મળી રહે. અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, વ્યક્તિઓ કે અન્ય લોકો દ્વારા આ પ્રકારની સેવાની કામગીરી કરવામાં આવતી હોય છે. ભાવનગરમાં ચૈત્ર માસના પાવન અવસરે વિવિધ સેવાભાવી મંડળો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ‘કીડીયારું સેવા અભિયાન’ મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે, જે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.

આ અભિયાનમાં શહેરના પ્રેરણા ફાઉન્ડેશન સાથે મહાદેવ મિત્ર ગ્રૂપ, સરિતા સોસાયટી મહિલા મંડળ, વિજયરાજનગર મહિલા મંડળ, માનસ સનાતન સુંદર કાંડ પરિવાર, હીરા ઉદ્યોગ સહિતના વેપારીઓ તેમજ અનેક દાતાઓએ તન-મન-ધનથી સહભાગિતા નોંધાવી છે. આ સેવાભાવી પ્રયાસોથી ઘઉં, ગોળ અને ઘી મિશ્રણ કરી અંદાજે 550 મણથી વધુ (લગભગ 11,000 કિલો) કીડીયારું તૈયાર કરવામાં આવ્યું છે. અને જિલ્લાના આશરે 120 ગામોના સીમ-વગડા, ઝાડીઓ અને ડુંગરમાળાઓમાં જઈને નાના જીવજંતુઓ માટે અર્પણ કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર પ્રેરણાદાયી સેવા બની છે. આ અભિયાનમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. છેલ્લા ઘણા દિવસથી સતત ચાલી રહેલી આ સેવા માનવતાની જીવંત મિસાલ બની છે. જીવદયાપ્રેમી અને અગ્રણી ગણેશભાઈ પટેલ (ચમારડી) એ જણાવ્યું હતું કે, વિશેષ કરીને વિજયરાજનગર અને સરિતા સોસાયટીના જીવદયા પ્રેમી ભાઈ-બહેનો દ્વારા આ કામગીરીમાં તન-મન-ધનથી નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code