1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંગડિયાના કર્મચારીએ મિત્રોની મદદથી 80 લાખની ચાંદી ચોરી, અંતે બે શખસો પકડાયા
આંગડિયાના કર્મચારીએ મિત્રોની મદદથી 80 લાખની ચાંદી ચોરી, અંતે બે શખસો પકડાયા

આંગડિયાના કર્મચારીએ મિત્રોની મદદથી 80 લાખની ચાંદી ચોરી, અંતે બે શખસો પકડાયા

0
Social Share

અમદાવાદ, 22 મે, 2026 : Angadiya employee steals silver worth 80 lakhs શહેરના રતનપોળમાં આવેલી એક આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જીગરસિંહ વિહોલ પોતાના મોજશોખ પુરા કરવા તેના 4 મિત્રોની મદદથી રૂપિયા 80 લાખની કિંમતની ચાંદી ચોરીને પલાયન થઈ ગયો હતો. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી. કે જીગરસિંહના બે મિત્રો ચોરીની ચાંદી વેચવા માટે માણેકચોક આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને રૂપિયા 80 લાખની ચાંદી સાથે બે શખસોને ઝડપી લીધા છે. જ્યારે આ કેસના મુખ્ય સૂત્રોધારને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના રતનપોળમાં આવેલી એચ. પ્રવીણકુમાર આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જીગરસિંહ વિહોલ લાખો રૂપિયાની ચાંદી અને દાગીનાની ડિલિવરી આપવા માટે ગયો હતો. અને ચાંદીની ડિલિવરી ન કરીને 80 લાખની કિમતની ચાંદી લઈને ફરાર થઈ ગયો હતો. નિયત સ્થળે ડિલિવરી ન કરાતા અને આરોપી કર્મચારીનો મોબાઈલ ફોન પણ સ્વીચઓફ આવતા અંતે આંગડિયા પેઢીના સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન ડીસીપી ઝોન-3 રૂપલ સોલંકી અને એસીપી હિરેન્દ્ર ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે આ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બે શખ્સ અમદાવાદ આવ્યા છે. જેના આધારે પોલીસે અજય ઠાકોર અને દીપક રાવળને ઝડપી લઇ તેમની પાસેથી 80 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો બન્ને શખસોની પૂછપરછ એવી હકિકત જાણવા મળી છે કે,  જીગરસિંહ ચોરીનો તમામ મુદ્દામાલ લઈને દીપકના ઘરે સુણવાળા ગામ પહોંચ્યો હતો. ત્યાં જીગરસિંહ, અજય, દીપક અને વિપુલ ઠાકોર ભેગા થયા હતા. ત્યારબાદ જીગરે તમામ દાગીના અજય અને દીપકને સોંપી દીધા હતા અને પોતે ફરાર થઈ ગયો હતો. ચોરીના દાગીના વેચી રૂપિયા ભેગા કરવાની જવાબદારી અજય અને દીપકને સોંપવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓને મોજ-શોખ અને વિદેશ પ્રવાસ માટે રૂપિયાની જરૂર હતી, જેના કારણે તેમણે આ ચોરીનું કાવતરું રચ્યું હતું. પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપુર પ્રવાસે પણ જઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે સમગ્ર કાંડના માસ્ટરમાઈન્ડ જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code