1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં હોટલના કીચનમાં કુલંટ ગેસનો બોટલ બ્લાસ્ટ થતાં શ્રમિક યુવાનનું મોત
રાજકોટમાં હોટલના કીચનમાં કુલંટ ગેસનો બોટલ બ્લાસ્ટ થતાં શ્રમિક યુવાનનું મોત

રાજકોટમાં હોટલના કીચનમાં કુલંટ ગેસનો બોટલ બ્લાસ્ટ થતાં શ્રમિક યુવાનનું મોત

0
Social Share

રાજકોટ, 4 જુન, 2026 : A young worker died after a coolant gas bottle exploded શહેરના ભાવનગર રોડ પર આવેલી જાણીતી ‘ઠાકર ઘણી’ હોટેલના રસોડામાં રાખવામાં આવેલા રેફ્રિજરેટર (ફ્રિજ)માં કૂલિંગ માટે વપરાતી કુલંટ ગેસની બોટલ ગરમીને કારણે અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા કીચનમાં કામ કરી રહેલા 20 વર્ષીય રાજસ્થાની યુવક અરવિંદસીંગ સીસોદીયાને માથાના ભાગે બોટલ વાગતાં તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પર આવેલી ઠાકરધણી નામની હોટલના કીચનમાં ગઈકાલે બુધવારના બપોરના ટાણે એકસાથે 11 જેટલા કર્મચારીઓ પોતપોતાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન ફ્રિજ આગળ એક યુવાન ઊભો રહીને કામ કરી રહ્યો હતો.ત્યારે ફ્રિજ પાસેથી કુલંટ માટેની ગેસ બોટલ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થઈ હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે ગેસ બોટલ સીધી હવામાં ફંટાઈને ત્યાં ઊભેલા અરવિંદસીંગના માથાના ભાગે વાગતાની સાથે જ શ્રમિક યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો હતો. કિચનમાં હાજર અન્ય કર્મચારીઓ કશું સમજે તે પહેલાં જ ક્ષણભરમાં આખી ઘટના બની હતી.

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકનું નામ અરવિંદસીંગ સીસોદીયા હતું અને તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો. થોડા સમય પહેલા જ તેના પિતાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાથી પરિવારની જવાબદારી તેના પર હતી. મૃતક અરવિંદસીંગના બે પિતરાઈ ભાઈઓ પણ આ જ હોટેલમાં કામ કરતા હોવાથી, તે પણ છેલ્લા એક મહિનાથી રાજકોટ રહેવા આવ્યો હતો અને હોટેલમાં કામ કરતો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code