Homeગુજરાતીગુજરાતઅમદાવાદ એરપોર્ટ નજીક પોલીસની ઓળખ આપી સોનાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

અમદાવાદ એરપોર્ટ નજીક પોલીસની ઓળખ આપી સોનાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, 14 જુલાઈ, 2026 : Gold robbery case near Ahmedabad airport solved. શહેરના સરદાર પટેલ એરપોર્ટ નજીક દૂબઈથી આવેલા પ્રવાસીને પોલીસની ઓળખ આપી તેનું અપહરણ કરીને 600 ગ્રામ સોનીની લૂંટ કરી કારમાંથી પ્રવાસીને ઉતારીને એક યુવતી સહિત લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા. આ બનાવની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને લૂંટમાં સંડાવોયેલી પારુલ નામની એક યુવતીને ઝડપી પાડી છે. યુવતીની પૂછપરછમાં લૂંટમાં સામેલ બે પોલીસકર્મીઓના નામ પણ ખૂલ્યા છે. એટલે કે લૂંટ સમયે પોલીસની ઓળખ આપનારા જે બે શખસો હતા તે અસલી પોલીસ જ હતા. હાલ બંને પોલીસ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે,  અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ગઈ તા. 27 જૂને અનવર નામનો કેરિયર દુબઈથી 64 લાખની કિંમતનું 600 ગ્રામ સોનું લઈ આવ્યો હતો. અને એરપોર્ટ સિક્યુરિટીને અંધારામાં રાખી બહાર પણ નીકળી ગયો હતો. આ સોનું ઉત્તરપ્રદેશ પહોંચાડવાનું હોય હારીશ અને ઔવેશ નામના બે યુવકો નીકળ્યા હતા. આ સમયે જ એક મહિલા અને બે અન્ય શખસોએ તેનો પીછો કરી બોલેરોમાં બેસાડી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી 600 ગ્રામ સોનાની લૂંટ કરી હતી.અને કેરિયર એવા પ્રવાસીને કારમાંથી ઉતારીને લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા.

દુબઈથી સોનું મંગાવનાર જુનેદ તાહીર આરીફને લૂંટની જાણ થતા જ તે યુપીથી અમદાવાદ દોડી આવ્યો હતો અને એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે તમામ એજન્સીઓ કામે લાગી ગઈ હતી. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રેકી અને પીછો કરતી મહિલાને શોધી કાઢી હતી.ક્રાઈમ.બ્રાન્ચે અમરાઈવાડીની પારુલ મિસ્ત્રી નામની મહિલાને ઝડપીને સ્થાનિક પોલીસને સોંપી છે. પારુલની પૂછપરછમાં લૂંટ સમયે જે બે શખસોએ પોલીસ તરીકેની ઓળખ આપી હતી તે અસલી જ પોલીસકર્મીઓ હોવાનું ખૂલ્યું છે. બંને હેડકવાર્ટરમાં ‘કે’ કંપનીમાં ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું છે. જો કે, બંને ફોન સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. લૂંટમાં ગયેલું 600 ગ્રામ સોનું પણ આ બંને પોલીસકર્મીઓ પાસે હોય પોલીસે હાલ બંનેની શોધખોળ હાથ ધરી છે. ચર્ચા છે કે, આ બંને પોલીસકર્મીઓનું નેટવર્ક એટલું પાવરફૂલ છે કે, સોનું કે ગાંજા સાથે કોઈ મુસાફર પ્લેનમાં મુસાફરી માટે બેસે કે તરત જ તેની બાતમી આ લોકોને મળી જતી હતી અને તેમણે અગાઉ પણ આવા ખેલ પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે.હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular