ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Gujarat will be made the country’s leading hub for green AI data centers ગુજરાત સરકારે શુક્રવારે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026–29’ ને સત્તાવાર રીતે નોટીફાય (Government Resolution – GR) કરી છે. ભારતની આ પ્રકારની પ્રથમ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતને હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર્સ માટે દેશનું અગ્રણી કેન્દ્ર તેમજ વૈશ્વિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ તરીકે સ્થાપિત કરવાનો છે.
આ નીતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલા *‘વિકસિત ભારત @2047’*ના વિઝનને અનુરૂપ છે. ભારતની ઝડપથી વિસ્તરી રહેલી ડિજિટલ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પોલિસી હેઠળ સશક્ત અને ભવિષ્યલક્ષી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો હેતુ છે.
આ પોલિસી હેઠળ ગુજરાતે 7.5 ગીગાવોટ (GW) હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ પહેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) અને વિવિધ ડિજિટલ સેવાઓ માટે ઝડપથી વધી રહેલી માંગને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આશરે 74 ગીગાવોટ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા, મજબૂત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ, વ્યાપક ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી અને વિશ્વસ્તરીય ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાત Hyperscalers, ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડરો, AI કોમ્પ્યુટિંગ કંપનીઓ કોલોકેશન ઓપરેટરો (Colocation Operators) તથા ડિજિટલ ઇન્ફ્ર્ટાસ્ટ્રક્ચર ડેવલપરો માટે અત્યંત આકર્ષક રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ઉપરાંત,ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) અને ગિફ્ટ સિટી (GIFT City) જેવી વ્યૂહાત્મક સુવિધાઓ રાજ્યની સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવે છે.
આ પોલિસીની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા ધોલેરાને વિશ્વના સૌથી મોટા હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર હબ પૈકીના એક તરીકે વિકસાવવાની છે. ધોલેરાનું સુનિયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ શહેરી વિકાસ અને વ્યૂહાત્મક સ્થાનનો લાભ લઈને આ હેતુ સિદ્ધ કરવામાં આવશે.


