Homeગુજરાતીગુજરાતમહિલાઓની વધુ સુરક્ષા માટે ગુજરાત પોલીસે ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું

મહિલાઓની વધુ સુરક્ષા માટે ગુજરાત પોલીસે ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું

ગાંધીનગર, 17 ઓગસ્ટ, 2026 : The Gujarat Police launched the ‘Surakshit Shakti’ campaign ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે.

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તેમજ તેમની સામેના ગુનાઓને રોકવા માટે તમામ જરૂરી કડક પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા પોલીસને સૂચના આપી છે.

રાજ્યના પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે વિવિધ પગલાં લઈ રહી છે, જેમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઊભા થતા જોખમોથી રક્ષણનો પણ સમાવેશ થાય છે.

CID ક્રાઇમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવના નેતૃત્વ હેઠળ આ પહેલમાં પોલીસ કાર્યવાહી સાથે સામુદાયિક ભાગીદારી, ટેક્નોલોજી, જનજાગૃતિ અભિયાનો અને પીડિતા કેન્દ્રિત સહાય વ્યવસ્થાના સંયોજન દ્વારા મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની બહુઆયામી વ્યૂહરચના ઘડવામાં આવી છે.

અધિક પોલીસ મહાનિર્દેશક (CID ક્રાઇમ, મહિલા સેલ)  અજય ચૌધરીએ જણાવ્યું કે, “આ અભિયાનનાં ચાર મુખ્ય આધારસ્તંભો—ગુન્હા નિવારણ અને રક્ષણ, જાગૃતિ અને સશક્તિકરણ, સહાય, કાયદાનો અમલ અને ટકાઉપણું— છે.  કામગીરી પર નજર રાખવા અને પરિણામો માપવા માટે વિગતવાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલની અસરકારકતા ચકાસવા પુરાવા આધારિત પોલીસિંગ અને માપી શકાય તેવા મુખ્ય કામગીરી સૂચકાંકો (KPIs) સૂચવવામાં આવ્યા છે.”

નિવારણ અને રક્ષણના ભાગરૂપે મહિલાઓને અસર કરતા ગુન્હાઓ અને હેરાનગતિ સામે વધુ કડક કાર્યવાહી કરવાની યોજના છે. પોલીસ એકમોને સંવેદનશીલ વિસ્તારો ઓળખવા, પેટ્રોલિંગ વધારવા અને ગુનાઓને રોકવા માટેના આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જવાબદારી વધારવા અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિઝિબલ પોલીસિંગ, બોડી-વોર્ન કેમેરા તથા અન્ય ટેક્નોલોજીકલ સાધનોના વધુ ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Most Popular