Homeગુજરાતીગુજરાતસુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં બીપી સહિતની મહત્વની 22 દવાનો સ્ટોક જ નથી

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં બીપી સહિતની મહત્વની 22 દવાનો સ્ટોક જ નથી

સુરેન્દ્રનગર, 16 સપ્ટેમ્બર,2026 : Civil Hospital has no stock of 22 important medicines શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી મોટાભાગની દવાઓ ન હોવાથી તબીબો દ્વારા પ્રિસ્ક્રિપ્શન લખીને બહારથી દવા લેવાનું કહેવામાં આવી રહ્યું છે.  સિવિલ હોસ્પિટલમાં બીપી, એસ્પીરીન સહિતની 22 મૂળભૂત દવાઓનો જ સ્ટોક નથી. હોસ્પિટલના  સિવિલ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા દવાઓના જથ્થા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં રોજના 800થી વધુ દર્દીઓની OPD રહેતી હોય છે.  સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી દવાનો પુરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને બહારથી વેચાતી દવા લેવા માટે મજબૂર બનવું પડે છે. આ અંગે આરોગ્ય વિભાગમાં પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ છેલ્લા એક મહિનાથી દર્દીઓને જરૂર પડતી દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ થયો નથી.

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ મહિલા રોગ અને પીડિયાટિક વિભાગની દવાઓ, મગજની દવાઓ, ચામડીના રોગની દવાઓ, અને ખાસ કરીને બીપીની દવા પણ ઉપલબ્ધ નથી. સિવિલ હોસ્પિટલમાં અપુરતા દવાના જથ્થાને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દવાના સ્ટોકને લઇને RMO ડૉ.આશિત કુમારે જણાવ્યું હતું કે, 22 પ્રકારની દવાઓ ઉપલબ્ધ નથી ત્યારે સરકારમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગમાં પણ આ મુદ્દે જાણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ તમામ પ્રકારની દવાઓની ફાળવણી થઇ જશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular