Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 89 તાલુકામાં પડ્યો વરસાદ, બે-ત્રણ દિવસમાં ચોમાસુ વિદાય લેશે

ગુજરાતમાં 89 તાલુકામાં પડ્યો વરસાદ, બે-ત્રણ દિવસમાં ચોમાસુ વિદાય લેશે

અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2026 : Rain in 89 talukas of Gujarat  ગુજરાતમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ સર્જાતા અછતગ્રસ્ત વિસ્તારોને લાભ થયો છે. રવિવારે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 4.13 ઈંચ, રાજકોટના ગોંડલમાં 3.62 ઈંચ, તેમજ જુનાગઢ, વંથલી, વેરાવળ, ભાણવડ, કેશોદ, કૂકાવાવ, જસદણ, જેતપુર સહિત 86 તાલુકાઓમાં વરસાદના હળવા ઝાપટાંથી લઈને બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ હવે આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય થશે.

ગુજરાતમાં શ્રાવણ મહિનો એકંદરે કોરો રહ્યા બાદ ભાદરવો ભરપુર બન્યો હોય તેમ રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જામ્યો હતો. રવિવારે રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 4.13 ઈંચ, રાજકોટના ગોંડલમાં 3.62 ઈંચ, તેમજ જુનાગઢ, વંથલી, વેરાવળ, ભાણવડ, કેશોદ, કૂકાવાવ, જસદણ, જેતપુર સહિત 86 તાલુકાઓમાં વરસાદના હળવા ઝાપટાંથી લઈને બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે આત્મેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. ઇન્દ્રેશ્વર નજીક જંગલમાં આવેલા  મંદિરમાં દર્શનાર્થે ગયેલા બાળકો સહિત 40થી વધુ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ફસાયેલા તમામ લોકોને સહી-સલામત બહાર ખસેડી મોટી દુર્ઘટના ટાળી હતી. જ્યારે ગિરનાર પર્વત પર વરસાદથી ધોધ વહેતા થયા છે.

સુરત શહેરના ઉધના અને વરાછામાં પણ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તાલાલા તાલુકામાં પશુ ચરાવતા યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદમાં તો રસ્તાઓ નદીની જેમ પાણી વહેતા થયા હતા.

જાણીતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ રાજ્યમાં આગામી બે દિવસ બાદ ગરમી વધવાની છે. આગામી દિવસોમાં અકળાવે તેવી ગરમી પડી શકે છે. આ સાથે 10 ઓક્ટોબર પછી નવરાત્રિમાં ગરમી પણ રહેશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે. 24 ઓક્ટોબર સુધી આવી ગરમી રહેશે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પંજાબના કેટલાંક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular