રાજકોટ, 3 ઓક્ટોબર, 2026 : Sharp increase in fodder prices in Saurashtra સૌરાષ્ટ્રમાં સીઝનનો માત્ર 71.43 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ઓછો વરસાદ પડ્યો છે. આવી સ્થિતિમાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. સુકા અને લીલા બંને પ્રકારના ઘાસચારાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મગફળીના ભુક્કાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઘાસચારાના વધેલા ભાવના કારણે પશુપાલકો અને માલધારીઓને પશુઓના નિભાવનો ખર્ચ વધતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની અછતની અસર હવે ઘાસચારાના ભાવ પર પણ જોવા મળી રહી છે. સૂકા અને લીલા બંને પ્રકારના ઘાસચારાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મગફળીના ભૂક્કાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઘાસચારાના વધેલા ભાવના કારણે પશુપાલકો અને માલધારીઓને પશુઓના નિભાવનો ખર્ચ વધતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પશુઓ માટે જરૂરી ઘાસચારાના ભાવમાં વધારો થતાં માલધારીઓની ચિંતા વધી છે.
રાજકોટ જિલ્લામા પશુપાલકોના કહેવા મુજબ વરસાદ પહેલા ઘાસચારાના ભાવ આશરે 200થી 250 રૂપિયા આસપાસ હતા. હાલમાં પણ ઘાસચારાના ભાવ 200થી 250 અને કેટલાક કિસ્સામાં 300 રૂપિયા આસપાસ ચાલી રહ્યા છે. રાજકોટમાં જથ્થાબંધ ઘાસચારાની મુખ્ય માર્કેટ જૂના માર્કેટ યાર્ડમાં આવેલી છે, જ્યારે રિટેલ માર્કેટ બાપુનગર વિસ્તારમાં છે. બજારમાં સૂકા ઘાસચારાના ભાવની વાત કરીએ તો હાલમાં જથ્થાબંધમાં તેનો ભાવ આશરે 600થી 650 રૂપિયા છે. જ્યારે છૂટક બજારમાં સૂકા ઘાસચારાનો ભાવ 700થી 750 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે. આમ, જથ્થાબંધ અને છૂટક બજારમાં ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ લીલા ઘાસચારાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. હાલ લીલા ઘાસચારાનો જથ્થાબંધ ભાવ 100થી 120 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, સામાન્ય સ્થિતિમાં આ ભાવ આશરે 60થી 70 રૂપિયા હોવો જોઈએ. જોકે, વરસાદની અછતના કારણે લીલા ઘાસચારાની ઉપલબ્ધતા અને પુરવઠા પર અસર પડતા ભાવ હાલ 100થી 120 રૂપિયા સુધી પહોંચ્યા છે. જ્યારે છૂટક બજારમાં લીલા ઘાસચારાનો ભાવ 150થી 160 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે મગફળીના ભૂક્કાનો ભાવ આશરે 100 રૂપિયા હોવો જોઈએ, પરંતુ હાલમાં તેનો ભાવ 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે મગફળીના ભૂક્કાનો ભાવ સામાન્ય ગણાતા ભાવની સરખામણીએ લગભગ ત્રણ ગણો જોવા મળી રહ્યો છે. આ ભાવવધારાની સીધી અસર પશુપાલકોના દૈનિક ખર્ચ પર પડી રહી છે.


